ધોળકામાં ખેડૂતો અને પશુપાલકો સાથે યોજાઈ કિસાન ગોષ્ઠિ
ભવાનપુર, કલ્યાણપુર, વાલથેરા અને શિયાવાડા ગામના ખેડૂતો તથા પશુપાલકો સહભાગી થયા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભવાનપૂર ગામ ખાતે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી વિષય આધારિત ગોષ્ઠિમાં ભવાનપુર, કલ્યાણપુર, વાલથેરા અને શિયાવાડા ગામના ખેડૂત ભાઈઓ તેમજ પશુપાલકોએ હાજરી આપી હતી.
આત્મા સંસ્થાના બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી આર .ડી. સોલંકી દ્વારા પ્રાકૃતિક ખેતી વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ નિષ્ણાંત શ્રી ડી.જે. રંગપરા અને શ્રી અરણેજ દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો વિશેની માહિતી આપવામાં આવી હતી. તાલુકા સંયોજક શ્રી દશરથભાઈ મકવાણા દ્વારા પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટિકલ સમજ પણ આપવામાં આવી હતી.