ધોળકા ગ્રામ્યના નાગરિકો માટે ભારે વરસાદના પગલે ખાસ સૂચના
ભારે વરસાદના પગલે ધોળકા વહીવટી તંત્ર ખડેપગે –ભારે વરસાદના કારણે સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિમાં ધોળકા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ 24 કલાક કાર્યરત
હાલમાં ધોળકામાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ છે અને આગામી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
નગરપાલિકા તંત્રની સૂચના અનુસાર આ પરિસ્થિતિમાં શકય હોય ત્યાં સુધી ઘરની બહારની મુસાફરી કરવી નહિ, વરસાદી પાણી ભરાવવાની જગ્યામા વાહન ચલાવવું નહિ અને જર્જરિત કાચા મકાનમાં રહેવાનું ટાળવું જોઈએ.
ધોળકા તાલુકામાં ભારે વરસાદના પગલે આકસ્મિક પરિસ્થિતિમાં તમારા ગામના તલાટીશ્રી અને સરપંચશ્રીનો ખાસ સંપર્ક કરી શકો છો. જરૂર જણાયે નીચે આપેલ નંબર ઉપર પણ સંપર્ક કરી શકાશે.
- ધોળકા તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ – 02714-222303
- શ્રી રોનકભાઈ કોસિયા (નાયબ મામલતદારશ્રી) – 95864 98450
- શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ (સિનિયર કલાર્ક-તાલુકા પંચાયત) – 79840 97035
ધોળકા તાલુકામાં આકસ્મિક પરિસ્થિતિમાં મદદની જરૂર પડે તો ધોળકા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ આપની સેવામાં 24 કલાક હાજર છે. જ્યારે પણ ધોળકા ફાયર બ્રિગેડની સેવાની જરૂર પડે તો આપ નીચે આપેલા નંબરો ઉપર સંપર્ક કરી શકો છો.
1) ધોળકા ફાયર સ્ટેશન – 02714 222318
2) સ્ટેશન ફાયર ઓફિસર, શ્રી જવલ જાડેજા- 6351740349
3 ) સબ ઓફિસર શ્રી હરદીપસિંહ ચુડાસમા – 8306451999
4) શ્રી અશોકકુમાર મકવાણા (પ્રમુખ શ્રી ધોળકા નગરપાલિકા) – 9825447129