ધોળકાના આંબલિયાળા ગામે કિચડ અને દબાણની સમસ્યાનો આવ્યો ઉકેલ
રાહદારીઓ અવર-જવર કરી શકે તેવી કામગીરી કરીને રસ્તા ખુલ્લાં કરવામાં આવ્યા
ધોળકાના આંબલિયાળા ગામે બસ સ્ટેન્ડથી ગામના મુખ્ય રોડ ઉપર જવાના રસ્તા ઉપર કાદવ-કિચડ અને પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને ગ્રામજનોને લોકોને મુશ્કેલી પડી રહી હતી.
આ સમસ્યાને ધ્યાને રાખીને આંબલિયા ગ્રામ પંચાયત અને નગપાલિકા તંત્ર દ્વારા ગામના રોડ ઉપર કિચડની સમસ્યા હોય તેવી જગ્યાએ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને રસ્તા ખુલ્લાં કરવામાં આવ્યા હતા.
આંબલીયાળા ગ્રામ પંચાયત, નગરપાલિકા તથા વહીવટી તંત્રના પ્રયાસોથી આ સમસ્યાનો ઉકેલ લાવી સરળતાથી રાહદારીઓ અવર-જવર કરી શકે તેવી કામગીરી કરવામાં આવી હતી.