ખંભાત 107 કરોડના ડ્રગ્સકાંડનું પગેરું ધોળકાના વેરહાઉસ સુધી પહોંચ્યુઃ બીજો 50 કરોડનો ડ્રગ પાવડર ઝડપાયો
ધોળકાના વેરહાઉસમાંથી પાવડર ફોર્મમાં રૂ.પ૦ કરોડનું ડ્રગ ઝડપાયું
(એજન્સી)અમદાવાદ, ગુજરાત એટીએસની ટીમે દવાની આડમાં ચાલતા ડ્રગના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ખંભાતમાં નેજા ગામમાં આવેલી ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં રેડ કરીને ડ્રગ માફીયા સહીત છ આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
એટીએસે ૧૦૭ કરોડનું ડ્રગ ઝડપી પાડયા બાદ આરોપીઓની પુછપરછ હાથ ધરતા અનેક ખુલાસા થયા છે. આરોપીઓની તપાસમાં વધુ પ૦ કરોડની નશીલી દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એટીએસે ધોળકાના એક વેરહાઉસમાંથી ટ્રામાડોલ પાવડર ફોર્મમાં રહેલા ડ્રગનોજથ્થો કબજે કર્યો છે.
ગુજરાત એટીએસની ટીમે ખંભાતના નેજા ગામમાં રેડ કરી હતી. ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝના મેન્યુફેકચરીગ યુનીટમાં રેડ દરમ્યાન પોલીસે દવાના સ્વરૂપમાં ડ્રગ બનાવાવનો નેટવર્કમાં પર્દાફાશ કર્યો હતો.
પોલીસે મધ્યપ્રદેશના ડ્રગ માફીયા અજય જૈન, કેમીકલ ટ્રેડર્સ અને પ્રોસેસર્સ રણજીત ડાભી વિજય મકવાણા હેમંત પટેલ,લાલજી મકવાણા અને જગદીપ મકવાણાની ધરપકડ કરીને ૧૦૭ કિલો અલ્પ્રાઝલમ ટેબ્લેટનો પાવડર અને રપ૧૮ કિલો કેમીકલ જપ્ત કર્યું હતું
ગુજરાતમાં દવાના સ્વરૂપમાં ડ્રગ બનાવાવા નેટવર્કમાં એટીએસે કરેલે તપાસમાં મોટો ખુલ્લો થયો છે.આરોપી રણજીત ડાભીએ નશીલી દવાનો જથ્થો ધોળકાના એક વેર હાઉસમાં સંતાડયો હોવાનુંસામે આવતા એડીએસે તપાસ હાથ ધરી હતી.
ટીમે તપાસ કરતા ધોળકાના દેવમ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉનમાંથી ગેરકાયદેસર ટ્રામાડોલના પ૦૦ કિલો જથ્થો મળી આવ્યો હતો. આ નશીલા ટ્રામાડોલ પાવડરની કિમત ૪૦થીપ૦ કરોડ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહયો છે.