Western Times News

Gujarati News

ધોની મહાન ક્રિકેટર રહ્યો છે, તેમાં કોઈ શંકા નથી : પાર્થિવ

નવી દિલ્હી, એમ.એસ. ધોની એક ટીમ ઈન્ડિયાનો એવો કેપ્ટન રહી ચૂક્યો છે જેની પાસે ૩ આઈસીસી ટ્રોફી હોય. ધોની વિશ્વના મહાન કેપ્ટનોમાંથી એક છે. ટીમ ઈન્ડિયામાં માહીનું યોગદાન ઘણા વર્ષોથી મોટુ રહ્યું છે.

માહીની વિકેટકીપર તરીકે ટીમમાં હાજરીથી ઘણા ખેલાડીઓને કરિયરમાં નુકસાન થયું હતું. દિનેશ કાર્તિક, રિદ્ધિમાન સાહા જેવા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. પરંતુ હવે આ યાદીમાં વધુ એક નામ સામે આવ્યું છે જે છે ગુજરાતી મૂળનાં ક્રિકેટર પાર્થિવ પટેલનું. ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપરે ધોનીને લઈને મોટો ખુલાસો કર્યો છે.

એમએસ ધોની તેની ઝડપી બેટિંગ અને એટલી જ સારી વિકેટકીપિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સિવાય કરિયરની શરૂઆતમાં બેટિંગ દ્વારા તેના બેજાેડ પ્રદર્શને તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી અપાવી દીધી હતી.

તેના ડેબ્યૂના થોડા સમય બાદ ધોનીએ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું અને તે પછી તેણે પાછળ વળીને જાેયું નથી. ૨૦૦૭ ટીર૦ વર્લ્ડ કપમાં ભારતને ટાઇટલ જિતાડીને તેણે કેપ્ટન્સી સ્કિલ સાબિત કરી આપી હતી અને ત્યાર પછી તેને ઓડીઆઈ અને ટેસ્ટમાં પણ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ધોનીની ટીમમાં એન્ટ્રી બાદ દિનેશ કાર્તિક અને પાર્થિવ પટેલ બહાર રહ્યા હતા. જાેકે, બેકઅપ તરીકે રિદ્ધિમાન સાહાને ટીમમાં કેટલીક તક આપવામાં આવી હતી. તે સમયગાળાને યાદ કરતાં પાર્થિવ પટેલે જણાવ્યું કે ધોનીને ટીમમાં કેવી રીતે પ્રવેશ મળ્યો.

કારણ કે પાર્થિવે ટીમ ઈન્ડિયામાં માહી પહેલા જ ડેબ્યુ કર્યું હતું. પાર્થિવ પટેલે ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે એન્ડોરોલોજી કોન્ફરન્સમાં ધોની વિશે કહ્યું હતું કે, ‘અલબત્ત, ધોની મહાન ક્રિકેટર રહ્યો છે, તેમાં કોઈ શંકા નથી.

પરંતુ તમે તમારા પ્રથમ કેપ્ટન માટે સોફ્ટ કોર્નર ધરાવો છો અને મારી સ્થિતિ પણ એ જ છે. હું ૩ વર્ષથી સીએસકે માટે રમ્યો છું. અને હું આવું કહી શકું છું. પરંતુ મેં ધોનીના આગમન પહેલા ટેસ્ટ કે વનડે ડેબ્યુ કર્યું હતું.

તેણે આગળ કહ્યું હતું કે, ‘મારું પ્રદર્શન બગડ્યું હતું, તેથી જ ધોનીની પસંદગી કરવામાં આવી હતી. મેં હંમેશા આવું કહ્યું છે, કે આવી હરીફાઈમાં તમને માત્ર એક જ તક મળે છે કારણ કે આસપાસ ઘણા બધા ખેલાડીઓ હોય છે જે પણ તકની રાહ જાેઈ રહ્યા હોય છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.