ધોનીનું આવું રૌદ્ર સ્વરૂપ પહેલા ક્યારેય નહીં જોયું હોય
નવી દિલ્હી, એમએસ ધોની ન માત્ર ક્રિકેટના અત્યારસુધીના સફળ કેપ્ટનમાંથી એક છે પરંતુ તે એક એવો ખેલાડી છે, જે હંમેશા તેના શાંત અને ઠંડા સ્વભાવ માટે જાણીતો છે, તેના આ ગુણના તો સાથીદારો પણ પ્રશંસક છે. આ જ કારણ છે કે તેને ‘કેપ્ટન કૂલ’ કહેવામાં આવે છે.
મેચમાં કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય તે હંમેશા શાંત રહે છે. મેચ જીતવાથી લઈને હારવા સુધી તેના ચહેરા પરનું રિએક્શન બદલાતું નથી. ભાગ્યે જ તે ગુસ્સે થતો જાેવા મળ્યો છે અને હાલમાં આવું જ કંઈક ચાલી રહેલી આઈપીએલ ૨૦૨૩માં થયું. ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સાથે ખેલાડીને ઠપકો આપી રહ્યો છે. ૧૭ એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નઈ સુપર કિંગ્સની મેચ યોજાઈ હતી.
આ દરમિયાન CSKનો કેપ્ટન ધોનને પિત્તો ગુમાવતો જાેવા મળ્યો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આરસીબીના રન ચેઝ દરમિયાન ફિલ્ડિંગમાં ભૂલ કરવાના કારણે મોઈન અલી ધોનીના ગુસ્સાનો શિકાર બન્યો હતો. આ ઘટના ૧૮મી ઓવરમાં બની હતી જ્યારે આરસીબીએ નિચલા ક્રમના બેટ્સમેન વેન પાર્નેલે એક્સ્ટ્રા કવર શોટ રમ્યો હતો. બોલને ફીલ્ડ કરતી વખતે ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ગોથા ખાઈ ગયો હતો. મોઈલની ભૂલના કારણે બેટ્સમેન એકના બદલે બે રન લઈ શક્યો હતો અને આ વાતથી ધોની ગુસ્સે થયો હતો. તેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
આ અગાઉ ધોની ગુસ્સે થતો ત્યારે જાેવા મળ્યો હતો જ્યારે ૩ એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે સીએસકેની મેચ યોજાઈ હતી. આ મેચમાં ૧૨ રનથી ટીમની જીત થઈ હતી. પરંતુ તે બોલરોથી ખૂબ નારાજ થયો હતો અને તેમનો જાેરદાર ક્લાસ લીધો હતો. વાત એમ હતી કે, મેચ દરમિયાન સીએસકેએ એક્સ્ટ્રા રન આપ્યા હતા. જેમાં નો બોલ અને વાઈડ સામેલ હતા. આ વાત ધોનીને ગમી નહોતી અને મેચ ખતમ થયા બાદ ખેલાડીઓને નો બોલ અને વાઈડ નાખવાથી બચવા કહ્યું હતું. આ સિવાય જાે તેમણે ભૂલ કરી તો નવા કેપ્ટન સાથે રમવા તૈયાર રહેવું પડશે તેમ પણ કહ્યું હતું.
ધોની અને તેના ફેન્સ માટે આ ્૨૦ લીગ વધારે ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે, તેની આ છેલ્લી આઈપીએલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વાતનો સંકેત તે પોતે પણ ઘણીવાર આપી ચૂક્યો છે. ૨૧મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચની વાત કરીએ તો, તે વખતે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ધોનીના ફેન્સ ઉમટ્યા હતા. તે જ્યારે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે પણ તેમણે જાેરદાર ચીચીયારીઓ પાડી હતી.
મેચ ખતમ થયા બાદ પણ પોતાના ફેવરિટ ખેલાડીને સાંભળવા માટે ફેન્સ મોડીરાત સુધી સ્ટેડિયમમાં બેસી રહ્યા હતા. આ દરમિયાન ધોનીએ કહ્યું હતું કે, આ તેના કરિયરનો અંતિમ સમય છે. દર્શકો તેને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ તેને ફેરવેલ આપવા આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. સીએસકે આગામી મેચ ૨૭ એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે રમશે.SS1MS