ધોની ૪૧ વર્ષનો થયો, લોકોએ શુભકામનાઓ પાઠવી
નવી દિલ્હી, મહેન્દ્ર સિંહ ધોની, ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ભાગ્યે જ કોઈ ક્રિકેટ પ્રેમી એવો હશે જે આ નામથી અજાણ હોય. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃતિ લઈ લીધી હોય, કેપ્ટનશીપ છોડી દીધી હોય પરંતુ તેનો રેકોર્ડ આજે પણ પહેલાં જેવો જ છે.
વિરાટ કોહલી ભલે આજે ભારતીય ટીમનો કેપ્ટન હોય પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની કમી આજે પણ દર્શકોને ક્રિકેટના મેદાન પર જાેવા મળે છે. ધોની ૪૧ વર્ષનો થઈ ગયો છે.
આ ૪૧ વર્ષમાં ધોનીએ પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જાેયા. અર્શથી ફર્શ સુધીની સફર ધોની માટે સરળ ન હતી. ધોનીના જન્મદિવસ પર અમે તમને તેના જીવન વિશે કેટલીક એવી વાતો જણાવીશું જે તમે જાણતા નહીં હોય. મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવો કેપ્ટન છે, જેણે T-20ની ત્રણેય મોટી ટ્રોફી પર કબ્જાે કર્યો છે.
ધોનીની કેપ્ટનશીપમાં ભારત T-20 વર્લ્ડ ટી-૨૦, ક્રિકેટ વર્લ્ડકપ અને T-20 ચેમ્પિયંસ ટ્રોફીનું ટાઈટલ જીતવામાં સફળ રહ્યો. ધોનીની પહેલી પસંદ ફૂટબોલ હતી. ધોની સ્કૂલની ટીમમાં ગોલકિપર હતો. ફૂટબોલ સાથે તેનો પ્રેમ જગજાહેર છે. ઈન્ડિયન સુપર લીગમાં ધોનીએ ચેન્નઈ એફસીની ટીમ ખરીદી છે.
ફૂટબોલ પછી બેડમિન્ટન પણ ધોનીની પસંદગીની રમત છે. આ રમત સિવાય ધોનીને મોટર રેસિંગ સાથે ખાસ લગાવ છે. તેણે મોટર રેસિંગમાં માહી રેસિંગ ટીમ નામની એક ટીમ પણ ખરીદી છે. ધોની પોતાના વાળની સ્ટાઈલ માટે જાણીતો છે.
ક્યારેક લાંબા વાળ માટે જાણીતો ધોની સમયાંતરે પોતાની હેર સ્ટાઈલ બદલતો રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી પરવેઝ મુશર્રફ પણ ધોનીના વાળની પ્રશંસા કરી ચૂક્યા છે. પરંતુ શું તમને ખબર છે કે ધોની ફિલ્મ સ્ટાર જાેન અબ્રાહમના વાળનો દીવાનો રહ્યો છે.
ધોની ૨૦૧૧માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યો. ધોની અનેકવાર કહી ચૂક્યો છે કે ભારતીય સેનામાં જવાનું તેનું બાળપણનું સપનું હતું. ધોની અવારનવાર બોર્ડર પર સૈનિકો સાથે જઈને પોતાનો સૈન્ય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે.
૨૦૧૫માં આગ્રા સ્થિત ભારતીય સેનાના પેરા રેજિમેન્ટમાં પેરા જમ્પ લગાવનાર પહેલો સ્પોર્ટ્સ પર્સન બન્યો. તેણે પેરા ટ્રુપર ટ્રેનિંગ સ્કૂલથી ટ્રેનિંગ લીધા પછી ૧૫,૦૦૦ ફૂટની ઉંચાઈએથી પાંચ છલાંગ લગાવી, જેમાં એક છલાંગ રાત્રે લગાવી હતી. મહેન્દ્ર સિંહ ધોની મોટરબાઈક્સનો દીવાનો છે. તેની પાસે બે ડઝન આધુનિક મોટર બાઈક છે. તે ઉપરાંત તેને કારનોપણ શોખ છે. તેની પાસે હમર જેવી અનેક મોંઘી કાર પણ છે.
ધોનીનું નામ અનેક મોટી અભિનેત્રીઓ સાથે જાેડાયું. પરંતુ તેણે ૪ જુલાઈ ૨૦૧૦ના રોજ દહેરાદૂનમાં સાક્ષી રાવત સાથે લગ્ન કરી લીધા. ધોની અને સાક્ષીની એક પુત્રી છે. તેનું નામ ઝીવા છે. ધોનીએ ક્રિકેટર તરીકે પહેલી નોકરી ભારતીય રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે મળી. તેના પછી તે એર ઈન્ડિયાની નોકરી કરવા લાગ્યો. ત્યારબાદ તે એન.શ્રીનિવાસનની કંપની ઈન્ડિયા સીમેન્ટ્સમાં અધિકારી બની ગયો.
ધોની દુનિયાભરમાં સૌથી વધારે કમાણી કરનારો ક્રિકેટર રહ્યો છે. ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરતાં પહેલા તેની વાર્ષિક કમાણી ૧૫૦થી ૧૯૦ કરોડ રૂપિયા હતી. જેમાં હજુ કંઈ ખાસ ઘટાડો થયો નથી. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હોય પરંતુ IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તે ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહ્યો છે.
IPL તેના નામે ૨૩૪ મેચમાં ૧૩૬.૬ના સ્ટ્રાઈક રેટથી ૪૯૭૮ રન બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ૩૫૦ વન-ડે ઈન્ટરનેશનલમાં ૫૦.૫૭ની એવરેજથી ૧૦૭૭૩ રન બનાવ્યા. જેમાં ૧૦ સદી અને ૭૩ અર્ધસદીનો સમાવેશ થાય છે.
વન-ડેમાં તેનો બેસ્ટ સ્કોર અણનમ ૧૮૩ રન છે. વિકેટની પાછળ તેણે ૪૪૪ શિકાર કર્યા. ધોનીએ ૯૦ ટેસ્ટ મેચમાં ૩૮.૦૯ની એવરેજથી ૩૮.૦૯થી એવરેજથી ૪૮૭૬ રન બનાવ્યા. જેમાં ૬ સદી અને ૩૩ અર્ધસદીનો સમાવેશ થાય છે.
તેનો સર્વોચ્ય સ્કોર ૨૨૪ રન રહ્યો. વિકેટની પાછળ ૨૯૪ શિકાર તેના નામે છે. આ સિવાય ૯૮ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૩૭.૬૦ની એવરેજથી ૧૬૧૭ રન બનાવ્યા. જેમાં ૨ અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ય સ્કોર ૫૬ રન રહ્યો. વિકેટની પાછળ તેણે ૯૧ શિકાર કર્યા.