સીએસકેમાં ધોનીનું જે પદ છે એજ મુંબઈમાં રોહિત શર્માનુઃ ઈરફાન
મુંબઈ, રોહિત શર્માને આઈપીએલ ૨૦૨૪ પહેલા મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન પદથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવી દીધો છે.
રોહિતે મુંબઈ ઇન્ડિયન્સને ૫ આઈપીએલટ્રોફી જીતાડી છે તેમ છતાં રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટનશીપ આપવા બદલ મુંબઈ ઇન્ડિયન્સના ચાહકો ફ્રેન્ચાઈઝીથી ખુબ નારાજ છે. રોહિત શર્માને કેપ્ટનના પદથી હટાવ્યા બાદ પૂર્વ ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માના પદ વિશે વાત કરી હતી.
ઇરફાન પઠાણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ચેન્નઈ સુપર કિંગ્સમાં જે પદ એમએસ ધોનીનું છે તે જ પદ મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્માનું છે. પૂર્વ ભારતીય ખેલાડી ઇરફાન પઠાણે કહ્યું, ‘ટીમમાં રોહિત શર્માનું સ્થાન ઘણું મોટું છે.
મારા માટે રોહિત શર્માની મુંબઈમાં એ જ જગ્યા છે જે એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સમાં છે. રોહિતે કેપ્ટન તરીકે ખુબ મહેનતથી ટીમનું નિર્માણ કર્યું છે. તેણે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે. તે હંમેશા ટીમ મીટિંગમાં હોય છે.’
ઇરફાન પઠાણે વધુમાં કહ્યું, ‘રોહિત એક શાનદાર કેપ્ટન છે. તે બોલર્સનો કેપ્ટન છે. ગયા વર્ષે જાેફ્રા આર્ચરનું ખરાબ ફોર્મ અને બુમરાહની ગેરહાજરીમાં પણ રોહિત માટે કેપ્ટન તરીકે સારી આઈપીએલસિઝન રહી હતી.’
પઠાણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને લઈને કહ્યું, ‘ જયારે સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્માએ ઇન્ટરનેશનલ લેવલ પર કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી છે તો હાર્દિક માટે તે મુશ્કેલ પડકાર હશે. હાર્દિક માટે તે આસાન નહીં હોય.’ SS2SS