દિયા મિર્ઝાએ પિતાના ગુસ્સાથી ૫ વર્ષની ઉંમરમાં છોડી દીધુ હતુ ઘર
મુંબઈ, ફોટોમાં દેખાતી આ ખૂબસુરત એક્ટ્રેસ બોલિવૂડની એક એવી એક્ટ્રેસ છે જે આજે પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબસુરત અભિનેત્રીઓમાંથી એક છે. સ્માર્ટ હોવાની સાથે-સાથે ટેલેન્ટેડ પણ છે. એક્ટિંગની દુનિયામાં પોતાના ટેલેન્ટના દમ પર એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. તો અમે વાત કરી રહ્યા છે દિયા મિર્ઝાની. દિયા મિર્ઝા ક્યૂટ છે. મિસ એશિયા પેસિફિટ પણ રહી ચુકી છે. કેરિયરની પહેલી ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઇ અને આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે.
દિયા મિર્ઝાની માતા બંગાળી છે અને પિતા જર્મન છે. પોતાની એક્ટિંગથી દુનિયામાં નામ રોશન કરી દીધુ છે. દિયા હાલમાં આઇફા ૨૦૨૩માં જાેવા મળી, જ્યાં એના લુક્સને લઇને ચારેબાજુ જાેરદાર ચર્ચાઓ ચાલતી હતી. મિડીયા રિપોર્ટ્સ અનુસાર મિર્ઝાએ લગભગ ૫ વર્ષની ઉંમરમાં પિતાથી નારાજ થઇને સંબંધીઓ સાથે રહેવા માટે જતી રહી હતી, કારણકે પિતા આ સમયે ગુસ્સે થયા હતા.
જાે કે પિતાના ગુસ્સા પછી દિયાએ આ પગલું ભર્યુ એમ માનવામાં આવે છે. ત્યારબાદ પિતાએ વચન આપ્યુ કે આજ પછી હું બીજી વાર ગુસ્સો નહીં કરું. એક્ટ્રેસ બન્યા પહેલાં દિયા મિર્ઝાએ એક મિડીયા ફર્મમાં માર્કેટિંગ એક્ઝિક્યૂટિવ તરીકે કામ કર્યુ હતુ, જેમાં એને ૫ હજાર સેલરી મળતી હતી. વર્ષ ૨૦૦૧માં નેશનલ એવોર્ડ જીતનાર સ્ટાર આર માધવનની સાથે ફિમ રહેના હૈ તેરે દિલથી ફિલ્મી દુનિયાની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોલિવૂડની બેસ્ટ રોમેન્ટિક ફિલ્મોમાંથી એક છે.
ફિલ્મમાં દિયા મિર્ઝા એક સિમ્પલ છોકરીની ભુમિકામાં જાેવા મળી હતી. જાે કે લોકોએ પરફેક્ટ ગર્લફ્રેન્ડનું ટેગ આપ્યુ હતુ. ત્યારબાદ એક્ટ્રેસે દિવાનાપન, તુમકો ના ભૂલ પાએંગે, દમ, પરિણીતા, લગે રહો મુન્નાભાઇ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ. વાત પર્સનલ લાઇફની કરીએ તો પહેલા પતિથી અલગ થયા પછી દિયાએ વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા.
આમ, તમને જણાવી દઇએ કે ગૌતમ મેનનના ડાયરેક્શનમાં બનેલી આ સુપરહિટ ફિલ્મમાં આર માધવને માધવ મૈડી શાસ્ત્રી નામની ભુમિકા નિભાવી હતી. જાે કે રીના મલ્હોત્રા સાથે ખોટુ બોલીને પ્રેમની શરૂઆત કરે છે. ફિલ્મમાં દિયાએ રીના મલ્હોત્રાનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ખાસ કરીને મ્યૂઝિકથી લોકો દિવાના થઇ ગયા હતા.SS1MS