Western Times News

Gujarati News

ડાયાબિટીસ રેડ લાઇટ થેરાપીથી કંન્ટ્રોલ થઇ શકે છે

નવી દિલ્હી, આજના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ એક એવો રોગ છે જેમાં આપણા લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે કારણ કે આપણું શરીર યોગ્ય રીતે ઇન્સ્યુલિન બનાવી શકતું નથી કે તેનો ઉપયોગ કરી શકતું નથી.

તેની પાછળનું કારણ આપણી જીવનશૈલી અને ખોટી ખાવાની આદતો હોઈ શકે છે. પરંતુ તાજેતરમાં એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ ઉભરી આવ્યું છે અને તે છે રેડ લાઈટ થેરાપી. રેડ લાઈટ થેરાપી એ એક ખાસ પ્રકારની થેરાપી છે જેમાં લાલ લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે.

આ થેરાપીમાં શરીરના ચોક્કસ ભાગો પર લાલ પ્રકાશ ફેંકવામાં આવે છે. આ પ્રકાશ ત્વચાના ઊંડાણ સુધી પહોંચે છે અને ત્યાંના કોષોને સક્રિય કરે છે. તેનાથી શરીરની અંદર એનર્જી પ્રોડક્શન વધે છે, જેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તાજેતરમાં, “જર્નલ ઓફ બાયોફોટોનિકસ” માં પ્રકાશિત થયેલા સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે કે ૬૭૦ નેનોમીટર લાલ પ્રકાશ માઈટોકોન્ડિયા એટલે કે આપણા કોષોના ઉર્જા કેન્દ્રમાં ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.

આનાથી શરીરમાં ગ્લુકોઝનો વપરાશ વધે છે અને ખાસ કરીને જ્યારે આપણે કંઈક મીઠી વસ્તુ ખાઈએ છીએ ત્યારે બ્લડ સુગર લેવલ ૨૭.૭ ટકા ઘટે છે અને શુગર લેવલમાં ઉછાળો પણ ૭.૫ ટકા ઘટી જાય છે.

“મેડિકલ એક્સપ્રેસ” અનુસાર, આ સંશોધન સૂચવે છે કે બ્લૂ લાઇટના બા સમય સુધી સંપર્કમાં રહેવાથી બ્લડ સુગરના સંતુલનમાં ખલેલ પડી શકે છે, જે એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની શકે છે. આ અભ્યાસ ૩૦ સ્વસ્થ વ્યક્તિઓ પર કરવામાં આવ્યો હતો.

તેમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. એક ગ્રુપને ૬૭૦ નેનોમીટર લાલ પ્રકાશના સંપર્કમાં રાખવામાં આવ્યું જ્યારે બીજા ગ્રુપને રાખવામા ન આવ્યું. જ્યારે આ લોકોએ ગ્લુકોઝનું સેવન કર્યું ત્યારે રેડ લાઈટ ગ્રુપના લોકોના બ્લડ સુગરનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. સંશોધન કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે આ ટેકનિક માત્ર બ્લડ શુગર ઘટાડવામાં મદદરૂપ નથી, પરંતુ તે કેન્સરની સારવારમાં નવી શક્યતાઓ પણ ખોલી શકે છે.

આ સિવાય પાર્કિન્સન્સ અને ડાયાબિટીક રેટિનોપેથી જેવા રોગોના લક્ષણોને ઘટાડવામાં પણ આ ટેક્નોલોજી મદદરૂપ સાબિત થઈ છે. આજના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે.

આ એક એવો રોગ છે જેમાં આપણા લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે કારણ કે આપણું શરીર યોગ્ય રીતે ઇન્સ્યુલિન બનાવી શકતું નથી કે તેનો ઉપયોગ કરી શકતું નથી. તેની પાછળનું કારણ આપણી જીવનશૈલી અને ખોટી ખાવાની આદતો હોઈ શકે છે.

પરંતુ તાજેતરમાં એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ ઉભરી આવ્યું છે અને તે છે રેડ લાઈટ થેરાપી. રેડ લાઈટ થેરાપી એ એક ખાસ પ્રકારની થેરાપી છે જેમાં લાલ લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે.

આ થેરાપીમાં શરીરના ચોક્કસ ભાગો પર લાલ પ્રકાશ ફેંકવામાં આવે છે. આ પ્રકાશ ત્વચાના ઊંડાણ સુધી પહોંચે છે અને ત્યાંના કોષોને સક્રિય કરે છે. તેનાથી શરીરની અંદર એનર્જી પ્રોડક્શન વધે છે, જેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.