Western Times News

Gujarati News

હીરા દલાલે ઓફિસમાં એસિડ ગટગટાવી કર્યો આપઘાત

Files Photo

સુરત, હીરા દલાલ સિટીલાઈટ વિસ્તારનો રહેવાસી છે. મહિધરપુરા હીરાબજારમાં આવેલી ઓફિસમાં એસિડ ગટગટાવ્યું હતું.પ્રદીપ ભાટિયાના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મહિધરપુરા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

વેપારીએ મિત્રોને ફોન કરીને પોતે ઝેર પી લીધું હોવાની જાણ કરતાં મિત્રો દોડીને ઓફિસે આવ્યા હતા અને વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની પ્રદીપ કેવલચંદ ભાટિયા (ઉ.વ. ૩૪) સિટીલાઈટ વિસ્તારમાં સમૃદ્ધિ એપાર્ટમેન્ટમાં પત્ની તેમજ ૫ સંતાનો સાથે રહેતા હતા. પ્રદીપ મહિધરપુરા વિસ્તારમાં આવેલા અમૃતશાંતિ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવીને ત્યાં વેપાર કરતાં હતા. તેને માથે દેવું વધી ગયું હતું અને હાલ બજારમાં મંદીનો માહોલ છે.

જેથી તણાવમાં આવી તેણે ઓફિસમાં ઝેર અને એસિડ પીધા બાદ મિત્રોને ફોન કરી જાણ કરી હતી. જે બાદ મિત્રો ઓફિસે દોડી આવ્યા હતા. પ્રદીપને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના પાંડેસરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકે યુવતી સાથે મિત્રતા બાંધીને તેમની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. સુરતના પાંડેસરામાં લવ જેહાદના કિસ્સામાં કેટલાક ચોંકાવનાર ખુલાસા થયા છે. આ ખુલાસા ખુદ આરોપીએ કર્યાં છે.

આરોપી રિઝવાન ગફર શાહએ કરણ નામથી ઓળખ આપીને યુવતી સાથે મિત્રતા બાંધી અને પછી તેમને દિલ્લી લઇ ગયો. તેમની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ. યુવતીને ધર્મપરિવર્તન કરવા માટે પણ દબાણ કરનામાં આવતું હતું. જાે ધર્મ પરિવર્તન ન કરે તો કેટલાક તેમની સાથેના ફોટો પણ વાયરલ કવાની ધમકી આપી હતી. ફરિયાદી યુવતીએ આ સમગ્ર આપવીતિ પોલીસ સમક્ષ જણાવી હતી.

સુરત પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન તેમણે અનેક ચોંકાવનાર ખુલાસા કર્યા હતા. આરોપી યુવકે જણાવ્યું હતુ કે, હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું ઘર્મપરિવર્તન કરવાના અને તેમની સાથે લગ્ન કરવાનો ટાર્ગેટ આપનામાં આવે છે અને તેના પૈસા પણ મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.