DIC ઇન્ડિયાએ ગુજરાતમાં તેના નવા અત્યંત આધુનિક ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું
દેશમાં પ્રિન્ટિંગ ઈન્ક, નવીન પેકેજિંગ સોલ્યુશન્સ તથા તેને સંલગ્ન સામગ્રીના ઉત્પાદક ડીઆઈસી ઈન્ડિયા લિમિટેડ દ્વારા આજે ગુજરાતમાં ભરૂચ જિલ્લાના સાયખા ખાતે લિક્વિડ ઈન્ક ઉત્પાદન માટે તેના અત્યંત આધુનિક અને લેટેસ્ટ ટોલ્યુઇન મુક્ત પ્લાન્ટ ‘ઓપ્ટિમા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડીઆઈસી ઈન્ડિયા એ પ્રિન્ટિંગ તથા પેકેજિંગ ઈન્કના ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી કંપની ડીઆઈસી ગ્રુપનો એક ભાગ છે. DIC India Inaugurates its new state-of-the art manufacturing facility in Gujarat
92,500 ચોરસ મીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા આ પ્લાન્ટમાં ટીએફ, કેએફ/એનટીએનકે (ટોલ્યુઇન મુક્ત/ કેટોન મુક્ત) લિક્વિડ ઈન્કનું ફેઝ-1ની બે શિફ્ટમાં 10,000 ટન કરતાં વધુનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. આ પ્લાન્ટમાં આગળ જતાં સ્થાનિક તેમજ વૈશ્વિક બજાર માટેના મૂલ્યવર્ધિત તેમજ ખાસ ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.
ફેઝ-1 માં રૂપિયા 1100 મિલિયનના કુલ મૂડીરોકાણ સાથે સ્થાપવામાં આવેલા આ નવા પ્લાન્ટ દ્વારા 100 કરતાં વધુ કર્મચારીઓને સીધી રોજગારી મળશે. પ્લાન્ટની સ્થાપનાનું ધ્યેય દેશમાં ટોલ્યુઇન મુક્ત તથા કેટોન મુક્ત ઈન્કની વધતી માંગને પહોંચી વળવાનું છે.
આ નવા પ્લાન્ટ સાથે ડીઆઈસી ઈન્ડિયાનું હવે સમગ્ર ભારતમાં વિસ્તરણ થઈ રહ્યું છે. કંપનીના અન્ય ચાર પ્લાન્ટ કોલકાતા, ઉત્તરપ્રદેશ, ગુજરાત (અમદાવાદ) તથા કર્ણાટકમાં કાર્યરત છે.
ભારતના કેમિકલ હબના કેન્દ્રમાં સ્થાપિત આ પ્લાન્ટના વ્યૂહાત્મક લોકેશનથી કંપની ઉત્તર તેમજ પશ્ચિમનાં બજારો સુધી પહોંચી શકશે જ્યાં આ ક્ષેત્રની સૌથી વધુ માંગ રહેલી છે. આ પ્લાન્ટમાં સ્ટાન્ડર્ડ તથા સ્પેશિયલ ટીએફ, કેએફ/એનટીએનકે-નું જથ્થાબંધ ઉત્પાદન થશે.
ઓપ્ટિમા (OPTIMA) તરીકે ઓળખાતા આ પ્લાન્ટનું નિર્માણ પૂરી કાળજી સાથે કરવામાં આવ્યું છે જ્યાં હાલમાં દેશમાં વધી રહેલી માંગને પહોંચી વળવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાન્ટનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે જેથી કંપની માટે ભવિષ્યમાં વિસ્તરણની જરૂરિયાત સંતોષી શકાય. ઓપ્ટિમા પ્લાન્ટ દ્વારા કંપનીના નિકાસ બજારના બિઝનેસને વધુ મજબૂત કરવામાં આવશે.
આ પ્રસંગે બોલતા ડીઆઈસી એશિયા પૅસિફિકના રિજનલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પૌલ કોએકે જણાવ્યું હતું કે, ”ડીઆઈસી ગ્રુપ માટે ભારતીય બજાર પ્રાયોરિટી માર્કેટ છે અને આ નવી ઉત્પાદન સુવિધાની સ્થાપના નવી માંગને પહોંચી વળવાની તથા દેશમાં અમારા માટે પ્રગતિની નવી સંભાવાનાઓના આગેવાન તરીકે પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરશે.
પ્રિન્ટિંગ ઈન્ક ઉત્પાદનના માર્કેટ લીડર તરીકે અમે અમારા ઉત્પાદન એકમોમાં વધુ આધુનિક પ્રક્રિયા દાખલ કરી રહ્યા છીએ જેથી અમારી ગુણવત્તા અને ગ્રાહક સેવા સુધારી શકીએ, વધતી માંગને પહોંચી વળી શકીએ તથા અમારી પ્રત્યેક બાબતોમાં વૈશ્વિક ધોરણો જાળવી શકીએ.
ડીઆઈસી ઈન્ડિયાના વિસ્તરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ મજબૂત ડિઝાઇનને કારણે ગ્રાહકોને લાભ થશે, રોજગારીનું સર્જન થશે તેમજ ભારતમાં અમારી 75 વર્ષની હાજરી તથા નેતૃત્વને સબળ બનાવશે.”
ડીઆઈસી ઈન્ડિયા લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી મનિષ ભાટિયાએ જણાવ્યું કે, “અમારા માટે ભારત એક વ્યૂહાત્મક માર્કેટ છે અને દેશમાં અમારી લાંબા સમયની હાજરી એ આટલાં વર્ષોમાં અમે મેળવેલી સફળતાનો પુરાવો છે. બજારમાં પૅકેજિંગ માટે ટેકનોલોજીની દૃષ્ટિએ શ્રેષ્ઠ તથા સ્પેશિયાલિટી ઈન્કની માંગ વધી રહી છે.
આ નવા પ્લાન્ટનો પ્રારંભ એ અહીં કંપનીના ભાવિ વિસ્તરણનું એક વધુ ડગલું છે. નવા પ્લાન્ટના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીકલ તેમજ ઉત્પાદન ક્ષમતા વધારવા જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. આ પ્લાન્ટ ડીઆઈસી ઈન્ડિયા માટે સંપૂર્ણ ટોલ્યુઇન મુક્ત પ્લાન્ટ છે.
અમને આશા છે કે આ ઉત્પાદન એકમ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય માંગને પહોંચી વળવામાં મદદરૂપ થશે અને અમે સમગ્ર ભારતમાં વિસ્તરણ કરી શકીશું.”