Western Times News

Gujarati News

અમેરિકન પ્રમુખ પર અકળાયા સરમુખત્યાર કિમ જોંગ ઉન

નવી દિલ્હી, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા અંગેના પ્લાન પર હવે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કહેવાતા કિમ જોંગ ઉને આકરી પ્રતિક્રિયા આપી હતી.

તેમણે ટ્રમ્પના નિર્ણયને વાહિયાત અને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. ઉત્તર કોરિયાની સરકારે કહ્યું કે અમેરિકા તેના ગાઝા અંગેના પ્લાનની આડમાં ઉઘરાણી કરી રહ્યું છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે અમેરિકાના પ્લાને પેલેસ્ટિનિયનની સુરક્ષિત પાછા ફરવાની થોડી ઘણી આશાને પણ કચડી નાખી છે. હવે આ દુનિયા ઉકળતાં ચરુ જેવી સ્થિતિનો સામનો કરી રહી છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે હું ગાઝા ખરીદવા અને તેના પર માલિકી જાળવી રાખવા માંગું છું. આ સાથે ગાઝાના કેટલાક ભાગોના પુનર્નિર્માણ માટે મધ્ય પૂર્વના કેટલાક દેશોને તેમાં ભાગીદાર બનાવવા તૈયાર છું. જોકે અમે ગાઝાની સંપૂર્ણ માલિકી માટે પ્રતિબદ્ધ છીએ અને ખાતરી કરીશું કે હમાસ ફરી ક્યારેય અહીં પગ ન મૂકી શકે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.