શું બાલિકા વધુની અભિનેત્રી “આનંદી”એ કરી લીધા લગ્ન !
મુંબઈ, તમને બધાને કલર્સ ટીવીની ફેમસ સિરિયલ ‘બાલિકા વધૂ’ તો યાદ જ હશે. આ શોની લીડ કેરેક્ટર છોટી આનંદી એટલે કે અવિકા ગૌર આજે પણ લોકો તેને યાદ કરી વખાણ કરતા થાકતા નથી. અવિકા લાંબા સમયથી આ સીરિયલનો ભાગ રહી. આ પછી તે ‘સસુરાલ સિમર કા’માં રોલીના રોલમાં જોવા મળી હતી.
હિટ શો કરી ચુકેલી અવિકાએ લગ્નને લઈને હાલ મોટો ખુલાસો કર્યાે છે. તાજેતરમાં અવિકા ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીએ તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી.
આ દરમિયાન અવિકાએ એક ચોંકાવનારો ખુલાસા કર્યા હતા, જેના વિશે સાંભળીને ભારતી અને હર્ષ પણ ચોકી ગયા હતા. હકીકતમાં, પોડકાસ્ટ શોમાં, જ્યારે ભારતી સિંહે અવિકાને લવ લાઈફ પર સવાલ કર્યાે ત્યારે અવિકાએ મિલિંદ ચંદવાની સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કરી દીધો.
અવિકા ગૌરે કહ્યું ‘મિલિંદ ચંદવાની અને હું ૪ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છીએ અને મેં મારા મનમાં મિલિંદ સાથે લગ્ન કરી લીધા છે.’’અમે માનીએ છીએ કે સંબંધમાં ક્યારેય ઉતાવળમાં નિર્ણય ન લેવા જોઈએ. આ જ કારણ છે કે ળેડઝોનમાં ૬ મહિના રહ્યા પછી મિલિંદે મને પ્રપોઝ કર્યું.
મારે તેની સાથે લગ્ન કરવા છે. આ પછી ભારતીએ પૂછ્યું, તો પછી તમે ક્યારે લગ્ન કરો છો? તેના પર અભિનેત્રીએ કહ્યું, ‘હું આજે જ મિલિંદ સાથે લગ્ન કરવા માંગુ છું. પરંતુ મિલિંદ કહે છે કે તેની અને મારી ઉંમરમાં ઘણો તફાવત છે અને મારે તે મુજબ મારો સમય કાઢીને લગ્ન વિશે પછીથી વિચારવું જોઈએ.
અવિકા ટીવી પર ઘણા હિટ શો કરી ચુકી છે તે સાથે અવિકાએ સાઉથમાં ‘ઉય્યાલા જામપાલા’, ‘એકાદિકી પોથાવુ ચિન્નાવડા’ અને ‘થેંક યુ’ જેવી ઘણી સફળ ફિલ્મો પણ કરી છે.આ સાથે ગયા વર્ષે અવિકાની ૧૯૨૦ઃ હોરર ઓફ ધ હાર્ટ ફિલ્મ પણ આવી ચુકી છે.SS1MS