અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી
અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સવારે અમિત શાહે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. ગુરુવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી ગયા હતા. ૧ જુલાઇએ સવારે ૪ વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી અને પૂજા કરી હતી.
સવારે ચાર કલાકે મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૪.૩૦ના ભગવાનને વિશિષ્ટ ભોગ પણ ધરાવાયો હતો. સવારે ૫ કલાકે ભગવાન જગન્નાથજીને અતિપ્રિય આદિવાસી નૃત્ય, રાસગરબા થયા અને ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરવામાં આવી.
https://twitter.com/AmitShah/status/1542693664488509440
સવારે ૫.૪૫ના ભગવાનનો ત્રણેય રથમાં પ્રવેશ કરાવાયો હતો. રથયાત્રાના દર્શન મંદિરની વેબસાઇટ-ઓનલાઇન જાેઇ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ષોથી પરંપરા રહી છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હોય ત્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથ મંદિર જઇ મંગળા આરતી કરે છે. ભાજપના રાષ્ટીય અધ્યક્ષ હતા ત્યારે અને ત્યાર બાદ વર્ષે ૨૦૧૯માં દેશના ગૃહમંત્રી બન્યા ત્યારે પણ તેમણે પોતાની આ પરંપરા તેમણે ચાલુ રાખી છે.SS1MS
Did Mangla Aarti at Shri Jagannath Temple in Ahmedabad. Jai Jagannath. #RathYatra