નેતાઓ પરથી ચૂંટણી પંચે પ્રતિબંધ હટાવ્યો કે હળવો કર્યાે?: સુપ્રીમ

નવી દિલ્હી, ફોજદારી કેસમાં ગુનો સાબિત થયો હોય તેવા નેતાઓને નિર્ધારિત સમય માટે ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવવાની જોગવાઈ છે. અયોગ્યતાની મુદતમાં ઘટાડો કરવાની કે ચૂંટણી લડવા પરનો પ્રતિબંધ ઊઠાવી લેવાની ચૂંટણી પંચને સત્તા છે.
ચૂંટણી પંચે પોતાની આ સત્તાનો ઉપયોગ કરીને કેટલા કિસ્સામાં ગુનેગાર ઠરેલા નેતાઓને રાહત આપી છે? તે અંગે સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે.
ભારતીય ચૂંટણી પંચે રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, ૧૯૫૧ની કલમ ૧૧ હેઠળ પોતાને મળેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરી કેટલા કિસ્સામાં નેતાઓને રાહત આપી છે ત અંગે બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જસ્ટિસ દીપાંકર દત્તા અને મોહનની બેન્ચે નિર્દેશ આપ્યા છે.
એક્ટની જોગવાઈ મુજબ, ફોજદારી કેસમાં ગુનેગાર ઠર્યા પછી વ્યક્તિ ચૂંટણ લડી શકતી નથી. બે વર્ષ અથવા તેથી વધુની કેદ હોય તો વ્યક્તિને ગુનેગાર ઠર્યાની તારીખથી મુક્ત થવાના છ વર્ષ સુધી ચૂંટણી માટે ગેરલાયક ગણવામાં આવે છે.
કોઈ નેતા જામીન પર બહાર હોય અથવા અપીલ પર ચુકાદો પડતર હોય તો પણ આ જોગવાઈ લાગુ પડે છે. ચૂંટણી પંનચે કલમ ૧૧ હેઠળ ગેરલાયક ગણવાનો સમયગાળો દૂર કરવા અથવા ઘટાડવા માટે સત્તા અપાયેલી છે.
આ પ્રકારનો નિર્ણય લેતી વખતે પંચે કારણો નોંધવાના હોય છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાય તથા અન્યોએ કરેલી જાહેર હિતની અરજીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે બે અઠવાડિયામાં જવાબ માગ્યો છે. ગુનેગાર ઠરેલા નેતાઓને ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવવાની માગણી સાથે અન્ય અરજીઓ પણ થયેલી છે.
સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને ભેગી કરીને એક જ કોર્ટમાં સાથે સુનાવણી હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. રાજકારણમાં ગુનાખોરીના વર્ચસ્વને રોકવા માટે ગુનેગાર નેતાઓને ચૂંટણીથી દૂર રાખવાની રજૂઆત કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ટૂંક સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે નિર્દેશો મુજબની વિગતો રજૂ કરવા તૈયારી દર્શાવી હતી. જો કે તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુનેગાર નેતાઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની સત્તા માત્ર સંસદ પાસે હોવાની રજૂઆત કરી હતી.SS1MS