શું તમે જાણો છો કે અંગૂરી ભાભીએ પ્રથમ શોટ આપતાં જ લેન્સ તૂટી ગયો હતો?
એન્ડટીવી પર મજેદાર કોમેડી શો ભાભીજી ઘર પર હૈએ તાજેતરમાં આઠ વર્ષ અને 2000 એપિસોડ પૂર્ણ કર્યા તેને અનુલક્ષી અમે શોની બહુ જ લોકપ્રિય અંગૂરી ભાભી ઉર્ફે શુભાંગી અત્રે સાથે શો અને ઉદ્યોગમાં તેના અતુલનીસ પ્રવાસ વિશે વાતો કરી. તેણે અમુક મજેદાર માહિતી આપી.
1. આઠ વર્ષની સિદ્ધિ હાંસલ કરવા માટે અભિનંદન!
તમારો ખૂબ ખૂબ આભાર. અમારા બધાને માટે આ વિશેષ અવસર છે. હું ચેનલ અને તેના પ્રોડ્યુસરો સંજય કોહલી અને બિનાયફર કોહલીએ મારી અંદર વિશ્વાસ મૂક્યો અને મને આ તક આપી તે માટે આભારી છું. હું મારા વહાલા દર્શકો અને ચાહકો દ્વારા આ શોને ભવ્ય સફળ બનાવવા માટે તેમના એકધાર્યા પ્રેમ અને ટેકા માટે અભિનંદન આપું છું.
આટલાં વર્ષો વીતી ગયાં છે તે હજુ માનવામાં આવતું નથી. શોએ તેના દર્શકોનું મનોરંજન ચાલુ રાખ્યું છે તે બહુ સુંદર છે. શોએ મને ઓળખ, પ્રેમ, નામના અને કાયમની યાદો આપી છે. મને ભાભીજી ઘર પર હૈની ટીમનો હિસ્સો બનવાનું બહુ આશીર્વાદરૂપ લાગે છે અને ગર્વ પણ થાય છે. ટીમની એકધારી સમર્પિતતા અને સખત મહેનતે આ પરિણામ આપ્યાં છે.
2. તારો પ્રવાસ આટલો લાંબો ચાલશે એવી અપેક્ષા રાખી હતી?
નિખાલસતાથી કહું તો જવાબ હા છે. અંગૂરી ભાભી તરીકે મારો પ્રવાસ અલગ નોંધ સાથે શરૂ થયો હતો. પાત્ર દર્શકોમાં બહુ લોકપ્રિય બની ચૂક્યું હતું. સ્થાપિત પાત્ર અપનાવવું તે પડકારજનક અને પુરસ્કૃત પણ છે. આ સંમિશ્રિત ભાવનાઓ છે. હુ શોનો હિસ્સો બનવા માટે ભારે રોમાંચિત છું, જેને દર્શકો બહુ પ્રેમ આપી રહ્યા છે અને ઉત્તમ કલાકારો ધરાવે છે, પરંતુ આ સાથે હું મારા દર્શકોની અપેક્ષાઓ જીવવા માટે પણ જવાબદાર છું.
જોકે એક બાબતની મને ખાતરી હતી કે અંગૂરી ભાભીના પાત્રને વધુ ઊંચાઈએ લઈ જઈશ અને તેને સૌથી પ્રતિકાત્મક, વહાલું અને યાદગાર પાત્ર બનાવવા મારો શ્રેષ્ઠતમ પ્રયાસ આપવાની ખાતરી હતી. અને મને ખુશી છે કે દર્શકોએ મને ખુલ્લા હાથોથી સ્વીકારી છે. દર્શકોનો પ્રેમ અને વહાલે મને પોતાને માટે અને કામ માટે અજોડ સ્થાન નિર્માણ કરવાનો વિશ્વાસ આપ્યો છે.
મારા પ્રથમ દિવસ અને શૂટના પ્રથમ સીનની યાદ હજુ પણ તાજી છે. હું અંગૂરી તરીકે મારો પ્રથમ ટેક આપતી હતી ત્યારે કેમેરાનો લેન્સ તૂટી ગયો. આરંભમાં મને બહુ શરમજનક લાગ્યું અને તાણ આવ્યો અને મારી પ્રતિક્રિયા હતી, ઓહ માય ગોડ, વ્હોટ જસ્ટ હેપન્ડ?
જોકે તે પછી બધા કલાકારો અને ક્રુએ સરાહના કરી, જે બહુ મોટું આશ્ચર્ય હતું. તેમણે કહ્યું, કેમેરા કા લેન્સ તૂટા વહ એક અચ્છા શગુન હૈ ઔર અચ્છી શુરૂઆત હૈ, આપ બહુત આગે તક જાયેગી!’ આ નિવેદન માટે મને બહુ રાહત થઈ અને સારું લાગ્યું. મારો દિવસ સુધરી ગયો અને શૂટો મારો દિવસ આજે પણ યાદ છે.
3. આ પાત્ર ભજવવામાં ગર્વ મહેસૂસ થયું હોય તેવી કોઈ ઘટના કહેશે?
આવા એક કિસ્સા છે, જેથી એક કિસ્સો કહેવાનું આસાન નથી. જોકે હું તમને જૂજ કિસ્સા વિશે કહું છું. અંગૂરીનું પાત્ર ભજવવાનું પસંદ કરવું તે સપનું સાકાર થવા બરાબર હતું. મેં એક એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી, જ્યાં અમુક લોકોએ મને કહ્યું કે દંતકથા સમાન ગાયિકા આશા ભોસલેજી પણ કાર્યક્રમમાં હાજર છે, જે મને શોધી રહ્યાં છે.
હું તેમને મળી અને તેમણે મને શુભેચ્છા આપતાં કહ્યું, હું તારો શો જોઉં છું અને અંગૂરી ભાભીનું પાત્ર મને ગમે છે. તેમણે એમ પણ કહ્યું કે પાત્ર તારા માટે જ બનાવ્યું હોય તેમ લાગે છે, કારણ કે તેમાં તું એકદમ બંધબેસે છે. તારાથી વધુ બહેતર કોઈ અંગૂરી નહીં હોઈ શકે. શોમાં મારું આ એક ફેવરીટ પાત્ર છે. હું લીજન્ડ પાસેથી આ સુંદર શબ્દો સાંભળીને નવના આસમાનમાં વિહરવા લાગી અને એકદમ મોહિત થઈ ગઈ હતી.
વધુ એક યાદગાર અવસર વિશે વાત કરું તો જેકી શ્રોફજી એક ટ્રેક્સ માટે અમારી સાથે શૂટ કરવા આવ્યા હતા. અમે શોટ પૂરો કર્યા પછી તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું, મને તને જોઈને માધુરી દીક્ષિત, તેની કમિટમેન્ટ, સ્ટાઈલ અને પ્રોફેશનલીઝમ યાદ આવે છે.
હું પણ માધુરીની મોટી ચાહક છું અને તમારા મનગમતા કલાકાર સાથે તમારી તુલના કરવામાં આવે તે સૌથી મોટી શુભેચ્છા હોય છે. અને તે પણ ફિલ્મ ઉદ્યોગના ઓરિજિનલ હીરો પાસેથી મને આ શુભેચ્છા મળી તે સપનું સાકાર થવા બરાબર હતું. હું બહુ ખુશ થઈ અને ભાવનાત્મક થઈ, જે શબ્દોમાં વર્ણવી શકું એમ નથી.
4. હમણાં સુધીનો તારો મનગમતો એપિસોડ કયો છે?
બહુ ઓછા લોકો જાણે છે કે સાનંદ વર્મા દ્વારા ભજવવામાં આવતું અનોખેલાલ સકસેનાનું પાત્ર મારું શોમાં મનગમતું પાત્ર છે. આ પાત્ર અદભુત અને અજોડ લાગે છે. તેના હાવભાવ અમૂલ્ય છે અને બહુ મજેદાર છે. કલાકાર તરીકે મને આ મુશ્કેલ ભૂમિકા લાગે છે અને દર્શકોને હસાવવાનું આસાન હોતું નથી. અને મને આવા પડકારજનક અને મનોરંજક પાત્રો ભજવવાનું ગમે છે.
મને ટ્રેકમાં આ પાત્ર ભજવવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. મેં લેડી સકસેનાનું પાત્ર ભજવ્યું હતું અને અમારા એક ટ્રેકમાં તેને સકસેની નામ અપાયું હતું. આ ટ્રેક બહુ મજેદાર અને કોમેડી હતો અને સાનંદજી સાથે શૂટિંગ કરવાની મને બહુ મજા આવી. અમે બંને ઘેલી બાબતો કરતાં અને ઈલેક્ટ્રિક શોક લેતાં, જે સૌથી મનોરંજક ભાગ હતો. મને દર્શકો પાસેથી આ પાત્ર માટે બહુ હકારાત્મક ફીડબેકમળ્યો અને તે આજે પણ મારા ફેવરીટમાંથી એક પાત્ર છે.
5. શુભાંગી અને અંગૂરી વચ્ચે સામાન્ય ધરાવતો એક ગુણ કયો છે?
અંગૂરીની જેમ હું ઘરે કિચનમાં મારો મોટા ભાગનો સમય વિતાવું છું અને અન્યો માટે આ બહુ આવકાર્ય વ્યક્તિત્વ છે (હસે છે).
6. તું મોટા ભાગનો સમય સેટ પર વિતાવે છે. શૂટિંગ ઉપરાંત તને સૌથી વધુ શું કરવાનું ગમે છે?
મારા બધા સાથે સારા સંબંધ હોવા છતાં આસીફજી, રોહિતાશજી અને અમારા ડાયરેક્ટર, મામ હર્શદા સાથે મારા બહુ સારા સંબંધ છે, જેમની હું બહુ નિકટ છું અનેદરેક બાબત તેમની સાથે શેર કરું છું. અમે પરિવાર જેવા છીએ અને એકત્ર ઘણો સમય વિતાવીએ છીએ. અમારા બ્રેકનો સમય હંમેશાં મજેદાર હોય છે.
અમે જોક્સ કરીએ છીએ અને મનથી હસીએ છીએ. અમે રિહર્સલ દરમિયાન એકબીજાની મજાકમસ્તી પણ કરીએ છીએ. મને લાગે છે કે બધા વચ્ચે સંબંધ બહુ મજેદાર અને આસાન હોય છે. હું દાવાપૂર્વક કહી શકું કે ભાભીજી ઘર પર હૈના સેટ્સ પર ક્યારેય કંટાળો આવતો નથી.