Western Times News

Gujarati News

NPCI નાગરિકોમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડ વિરૂદ્ધ જાગૃત્તિ ફેલાવવા સજ્જ બન્યું

ભારત ડિજિટલ-ફર્સ્ટ ઈકોનોમી તરફ ડાયવર્ટ થઈ રહ્યું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. જે યુઝરને સુરક્ષા અને સરળતા સાથે ઝડપી પેમેન્ટ કરવા સક્ષમ બનાવે છે. જો કેડિજિટલ પેમેન્ટ મારફત થતાં ઓનલાઈન ફ્રોડથી બચવુ અને સુરક્ષિત ઉપયોગ નિર્ણયાક બન્યો છે. સંભવિત ફ્રોડ વિશે અગાઉથી જ જાણકારી હોય તો તમે પોતે અને તમારા સ્વજનોને આ ફ્રોડનો ભોગ બનતાં અટકાવી શકો છો. જે પ્રત્યેક માટે સુરક્ષિત- ઝડપી અને ડિજિટલ ઈકોનોમીને વેગ આપે છે.

શું છે ડિજિટલ અરેસ્ટ?

ડિજિટલ ફ્રોડ કરનારાઓ પણ હવે અત્યાધુનિક બન્યા છે. ખૂબ જ સાવચેતીપૂર્વક ફ્રોડ કરતા હોવાથી શિક્ષિત અને જાગૃત્ત નાગરિક પણ તેના સકંજામાં સરળતાથી ફસાઈ રહ્યો છે. ડિજિટલ અરેસ્ટ આ કૌભાંડો પૈકી એક છે. જેમાં છેતરપિંડી કરનારાઓ કાયદા અમલીકરણ અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છેભોગ બનનાર અથવા પીડિતને નકલી કાનૂની કેસમાં સંડોવી પૈસા મોકલવા અથવા વ્યક્તિગત માહિતી શેર કરવા માટે દબાણ કરે છે.

ફોન કૉલ્સ દ્વારા સંપર્ક શરૂ કરે છે અને પછી WhatsApp અથવા Skype જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વીડિયો કૉલ્સ કરે છે. પીડિતોને કથિત નાણાકીય ગેરવર્તણૂક અથવા અન્ય કાનૂની ઉલ્લંઘન માટે ડિજિટલ અરેસ્ટ વોરંટની ધમકી આપવામાં આવે છે. ભય હેઠળપીડિતો ભોગ બને છે. અને બાદમાં કેસની પતાવટના ભાગરૂપે મોટી રકમ વસૂલે છે. સમાજનો સજ્જન માણસ છબિ ખરાબ થવાના ભયે હાર માની લે છે.

 કેવી રીતે ડિજિટલ અરેસ્ટ ફ્રોડ ઓળખશોઃ

–    અધિકારીઓ તરફથી અજાણ્યા કોલઃ તો તમને કોઈ અજાણ્યો ફોન આવે અને તે પોતે પોલીસસીબીઆઈઈન્કમ ટેક્સ ઓફિસર કે કસ્ટમ એજન્ટ હોવાનો દાવો કરે  તો સાવચેત રહો. ખાસ કરીને તેઓ તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહીનો દાવો કરે અને તમારી વિરૂદ્ધ વોરંટ જારી કરે તો સાવધાન બનજો. તેઓ તમારા કે તમારા પરિજનોના સભ્યો પર મની લોન્ડરિંગકરચોરી કે ડ્રગ્સની દાણચોરી જેવા ગંભીર ગુનાઓનો આરોપ મૂકે છે.

–    કાયદાની ભાષાનો ઉપયોગઃ કૌભાંડીઓ ભોગ બનાવનારને વીડિયો કોલ કરવા દબાણ કરે છે. જેમાં પોતે પોલીસ કર્મીના યુનિફોર્મસરકારી લોગોનો ઉપયોગ કરી અથવા તો અસલ સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરે છે. તેઓ ધરપકડ તેમજ તાત્કાલિક કાયદાકીય પગલાં લેવાની ધમકી આપતાં ઝડપથી પ્રતિક્રિયા આપવા દબાણ કરે છે. તેમજ તે અધિકારીઓની જેમ કાયદાની ભાષામાં જ વાતો કરે છે. અમુક કેસોમાં તેઓ પોલીસ સ્ટેશન જેવુ સેટઅપ પણ તૈયાર કરે છે. જેથી પીડિત ઝડપથી ફસાઈ જાય.

–    સંવેદનશીલ માહિતી અથવા ચુકવણી કરવા અરજી: સ્કેમર્સ સરકારી અધિકારીના વેશમાં પીડિતની વ્યક્તિગત માહિતી માંગી શકે છે અથવા મોટી રકમની પણ માંગ કરી શકે છેજેમાં તે આ કથિત ગુનામાંથી પીડિતની સંડોવણી દૂર કરવાનું વચન આપતાં અમુક ચોક્કસ રકમ ખાતામાં ટ્રાન્સફર કરવા દબાણ કરી શકે છે. “ક્લિયરિંગ યોર નેમ”, “તપાસમાં સહયોગ”અથવા “રિફંડપાત્ર સિક્યોરિટી ડિપોઝિટ/એસ્ક્રો એકાઉન્ટ” જેવી શરતોનો ઉપયોગ કરી તમને ચોક્કસ બેન્ક એકાઉન્ટ્સ અથવા યુપીઆઈ આઈડી પર નાણાં ટ્રાન્સફર કરવા માટે કહી શકે છે.

 ડિજિટલ અરેસ્ટથી સુરક્ષિત રાખતાં પગલાઃ

–    થોભો અને ચકાસોઃ કાયદાકીય આરોપોસર તમને કોઈ અજાણ્યો કોલ કે મેસેજ આવે તો આવેશમાં આવ્યા વિના શાંતિથી વિચારો અને ચકાસણી કરો. સ્કેમર્સ તમને ડરાવશે-ધમકાવશે પણ તમે મન સ્થિર રાખો અને ચકાસણી કરો. ઉલ્લેખનીય છેવાસ્તવમાં સરકાર કે કાયદા અમલીકરણ સંસ્થાઓ ક્યારેય કોઈ કેસમાં તપાસ મુદ્દે ફોન કે વીડિયો કોલ કરતી નથી. તેથી કોલરની ઓળખ કરો અને કોઈપણ પ્રતિક્રિયા આપતાં પહેલાં વિશ્વસનીય સ્રોત પાસેથી સલાહ લો.

–    હેલ્પલાઈનનો ઉપયોગ કરોઃ ડિજિટલ અરેસ્ટની શંકા થાય તો તુરંત 1930 નંબર ડાયલ કરી નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કરો. ટેલિકોમ્યુનિકેશન વિભાગનો પણ સંપર્ક કરી શકો છો. (https://sancharsaathi.gov.in/sfc/).

–    રેકોર્ડ અને રિપોર્ટઃ મેસેજ સેવ કરોસ્ક્રિનશોટ લોકોલ રેકોર્ડ કરો. જેથી સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ સરળતાથી સ્કેમર્સ સુધી પહોંચી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.