Western Times News

Gujarati News

નિવૃત્ત બેંક કર્મચારીને ૧૫ દિવસ સુધી કર્યા ડિજિટલ એરેસ્ટ

પ્રતિકાત્મક

રાજકોટ, ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટનો સિલસિલો યથાવત છે, ત્યારે રાજ્યમાં છેલ્લા બે દિવસમાં રાજકોટ અને ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટની ઘટનામાં ૭૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને ૧૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને ૫૬ લાખ અને ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટમાં ૧૫ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં છે.

રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને ‘તમારું અરેસ્ટ વોરન્ટ કાઢ્યું છે’ તેમ કહીને આરોપીએ ડિજિટલ એરેસ્ટને અંજામ આપીને ૫૬ લાખ રૂપિયા પડાવી પાડ્યા હતા. સમગ્ર ઘટનામાં આરોપી નિવૃત બેંક મેનેજરને દર બે કલાકે વોટ્‌સએપના માધ્યમથી ફોટા મંગાવતો, આ પછી આરોપીએ થોડા થોડા કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘટનામાં મની લોન્ડરિંગનો ઉપયોગ થયો હોવાનું જણાય આવ્યું છે.

ડિજિટલ એરેસ્ટની ઘટનામાં આરોપી વ્યક્તિને ધરપકડનો ડર આપી અને પોતાના માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરે છે. આ દરમિયાન છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કાલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી.

જેમાં આરોપી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનનારા વ્યક્તિ પાસેથી કેસ ઉકેલવાના બદલામાં પૈસા પડાવીને છેતરપિંડી કરવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથે વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ સાથે સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પણ કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.