પાટીદાર ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવતા ડિજિટલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ SPIBO લોન્ચ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) 2025નો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો તથા દેશ-વિદેશથી પધારેલ પાટીદાર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુરૂવારે ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે દરેક પ્રકારના ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવતા ડિજિટલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Sardar Patel International Business Organization (SPIBO)નું લોન્ચિંગ તેમજ ‘GPBS-2026, USA’નું પ્રિ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે ઈવેન્ટ પાર્ટનર્સ તેમજ મુખ્ય દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ GPBS-2025 ના ઉપલક્ષ્યમાં આયોજિત એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું હતું તેમજ વિવિધ પેવેલિયન-સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રદર્શિત કરવામાં આવેલ પ્રોડક્ટ્સની જાણકારી મેળવી હતી.