AMCના સફાઈ કામદાર બાળ કન્યા આદિ વિવિધ ૩૦થી વધુ સ્થળો પર દિક્ષા ઉજવણી કરવામાં આવી

શ્રી પરમ પૂજ્ય જૈનચાર્ય શ્રી પ્રસન્ન કિર્તિસાગર મુનિ મહારાજ સાહેબની દિશા તિથીની પ્રભુભક્તિ ગુરૂ ભક્તિની સાથે સાથે સાધર્મિક ભક્તિ તથા અંધજન મંડળ, બહેરા-મૂંગા શાળા, વિકાસ ગૃહ, વૃધ્ધાશ્રમ મંદ બુધ્ધિ સ્કુલ, અપંગ પુનર્વસન કેન્દ્ર, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના સફાઈ કામદાર બાળ કન્યા આદિ વિવિધ ૩૦થી વધુ સ્થળો પર દિક્ષા ઉજવણી કરવામાં આવી.
જેમાં ૩૧મી ઉજવણીના ભાગરૂપે અંધજન મંડળમાં થઈ રહેલ અંધ બાળકોની ચેસ ટુર્નામેન્ટમાં સહુ બાળકોને બેગ ભેટ કરવામાં આવી હતી. જેમાં શ્રી પ્રસન્નકિર્તિસાગર સુરિ મહારાજના શિષ્ય શતાવધાની મુતિ શ્રી ભવ્ય કિર્તિસાગર મહારાજ સાહેબ પધાર્યા હતાં.