દિલ મિલ ગયેનો એક્ટર અયાઝ લગ્નના પાંચ વર્ષ બાદ પિતા બન્યો
મુંબઈ, મનોરંજન જગતમાંથી એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. સીરિયલ ‘દિલ મિલ ગયે’નો એક્ટર અયાઝ ખાન અને પત્ની જન્નત પેરેન્ટ્સ બની ગયા છે. અયાઝ અને જન્નતના ત્યાં દીકરીનો જન્મ થયો છે. અયાઝની પત્ની જન્નતે આજે એટલે કે ૨૧ ડિસેમ્બરે સવારે દીકરીને જન્મ આપ્યો છે.
પહેલા સંતાનનો જન્મ થતાં જ અયાઝ સાતમા આસમાને છે. અયાઝે પિતા બનવાની ખુશી વ્યક્ત કરતાં દીકરીનું શું નામ પાડ્યું છે તે પણ જણાવ્યું. ઈન્ટરવ્યૂમાં ન્યૂ ડેડ અયાઝે કહ્યું, મને વિશ્વાસ નથી થતો કે હું પિતા બની ગયો છું. શરૂઆતમાં તો મને એવું લાગ્યું કે જાણે મેં મારા કોઈ ફ્રેન્ડના બાળકને ઊંચક્યું છે (હસે છે). સાચું કહું તો આ લાગણીને સ્વીકારતા મને થોડો સમય લાગ્યો હતો. અમારી દીકરી સુંદર છે.
કેટલું વિચિત્ર છેને કે જ્યારે તમે કોઈ બીજાના બાળકને ઊંચકો ત્યારે વિશેષ કાળજી રાખો છો પરંતુ પોતાના બાળકને તેડો ત્યારે કુદરતી રીતે જ બધું થઈ જાય છે- મતલબ તેને ઊંચકવું, ધ્યાન રાખવું. આ એવી લાગણી છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
જેને સમજવા માટે અનુભવ કરવો જ પડે છે. અયાઝ અને જન્નતે દીકરીનું નામ દુઆ પાડ્યું છે. આ વિશે એક્ટરે કહ્યું, અમે બંને આ નામ માટે સહમત થયા હતા. મારા જીવનમાં ‘જન્નત’ છે તો પછી અમારી દીકરી માટે દુઆથી સારું નામ શું હોઈ શકે. અયાઝ અને જન્નતના લગ્નજીવનના આશરે પાંચ વર્ષ પછી તેમના ત્યાં પારણું બંધાયું છે.
અગાઉ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી ત્યારે ઈન્ટરવ્યૂમાં અયાઝે કહ્યું હતું, મારા અને જન્નતના અરેન્જ મેરેજ છે. એટલે જ અમે નક્કી કર્યું હતું કે, અમે શરૂઆતના વર્ષો એકબીજાને ઓળખવામાં, સારી રીતે સમજવામાં અને મિત્રતા કેળવવામાં ખર્ચીશું.
મહામારીના કારણે અમારા બે વર્ષ વેડફાઈ ગયા અને એ વખતે અમે કોઈ પ્લાનિંગ નહોતા કરવા માગતા કારણકે એ સમયે હોસ્પિટલોમાં જવું જાેખમી હતું. અમે બાળક ઈચ્છતા જ હતા પરંતુ સક્રિયપણે એ મુદ્દે નહોતા વિચારતા. અમને ખબર પડી કે જન્નત પ્રેગ્નેન્ટ છે એના આગલા દિવસે જ અમે થોડો સમય કાઢીને ટ્રાવેલિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા (હસે છે). બધી જ વસ્તુઓ યોગ્ય સમયે થઈ જાય છે.”SS1MS