દિલજિત દુઃખીઃ , ફરી વખત ‘પંજાબ ૯૫’ પોસ્ટપોન થઈ
મુંબઈ, દિલજિત દોસાંજની ફિલ્મ ‘પંજાબ’૯૫’ માનવ અધિકાર કર્મશીલ જસવંત સિંઘ કાલરાના જીવન પર આધારિત છે, જેની રિલીઝ ફરી એક વખત પોસ્ટપોન થઈ છે. આ ફિલ્મ છેલ્લાં ત્રણ વર્ષથી પોસ્ટપોન થઈ રહી છે. તેને એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ એક એવી પોલિટિકલ થ્રિલર છે, જેમાં દિલજિત લીડ રોલમાં છે.
જસવંત સિંઘ કાલરાના જીવન અને મૃત્યુ પર આધારિત આ ફિલ્મ ફેબ્›આરીમાં વિશ્વકક્ષાએ રિલીઝ થવાની હતી. પરંતુ સોમવારે દિલજિત અને તેની ફિલ્મના અન્ય સભ્યો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરવામાં આવી કે જાહેર થયેલી તારીખે આ ફિલ્મ રિલીઝ નહીં થાય.દિલજિતે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,“અમે દિલગીર છીએ, અમે આપને જણાવતા ઘણા વ્યથિત છીએ કે અમારા નિયંત્રણ બહારના કારણોસર ફિલ્મ ‘પંજાબ ’૯૫’ જાહેર કરેલી તારીખ ૭ ફેબુઆરીએ રિલીઝ થશે નહીં.”
આ સાથે દિલજિતે કાલરાની તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. સેથા તેણે કૅપ્શનમાં એક ક્વોટ લખ્યો હતો.“હું ગુરુને પ્રાર્થના કરું છું, જેઓ સત્યને જાણે છે અને તેની જ્યોત પ્રજ્વલિત રાખે છે.”હની ત્રેહાન દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે અને રોની સ્ક્‰વાલાએ પ્રોડ્યુસ કરી છે. તેમાં દિલજિત સિવાય અર્જૂન રામપાલ, સુવિંદર વિકી, વરુણ બદોલા અને ગીતિકા વિદ્યા ઓહલાન સહિતના કલાકારો મહત્વના રોલમાં છે.
આ ફિલ્મ જ્યારેથી સેન્સર બોર્ડને સર્ટિફિકેટ માટે મોકલવામાં આવી ત્યારે છેલ્લાં ત્રણ વર્ષથી નવા નવા વિવાદોમાં ફસાતી રહી છે. ૨૦૨૨માં આ ફિલ્મનાં નામમાં ફેરફાર સાથે તેમાં સુધારા પણ સૂચવાયા હતા.
આ ફિલ્મનું નામ પહેલાં ઘલુઘરા હત્યાકાંડ પરથી ‘ઘલુઘરા’ નામ રાખવામાં આવ્યું હતું. તે સેન્સર બોર્ડમાં સબમિટ કરવામાં આવી, તો બોર્ડે ૧૨૦ કટ સૂચવાયા અને ફિલ્મનું નામ પણ બદલવાનું સૂચન કરવામાં આવ્યું.
ત્યાર બાદ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી, પછી તેમાંથી કટ તો ઓછાં થયાં પરંતુ નામ તો બદલવાનું જ હતું. તેથી ફિલ્મને ‘પંજાબ ’૯૫’ નામ આપવામાં આવ્યું.
૨૦૨૨માં આ ફિલ્મનું ટ્રેલર પણ યૂટ્યુબમાં પહેલાં લોંચ કરવામાં આવ્યું અને પછી તરત જ તેને એક જ દિવસમાં પાછું ખેંચી લેવાયું. આ વર્ષે જાન્યુઆરીમાં દિલજિતે ઇન્સ્ટાગ્રામ પર ફરી આ ફિલ્મનું નવું ટ્રેલર શેર કર્યુ હતું. ત્યારે ફેબ્›આરી ૭એ આ ફિલ્મ વિશ્વ કક્ષાએ કોઈ કટ વિના રિલીઝ થશે તેવી જાહેરાત કરવામાં આવી.
જોકે, ભારતમાં આ ફિલ્મની રિલીઝ અંગે કોઈ જ અપડેટ આવી નહોતી.૨૦૨૩માં આ ફિલ્મનું ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર યોજાવાનું હતું. પરંતુ તેના શોના એક દિવસ પહેલાં જ તેને લિસ્ટમાંથી દૂર કરી દેવાયું હતું. એક સૂત્રના જણાવ્યા અનુસાર, તેમાં કેટલાંક રાજકીય બળોની રમત હતી. કૅનેડામાં શીખ સમાજની સંખ્યા ભારત પછી બીજા ક્રમે છે.
તેથી આ ફેસ્ટિવલમાંથી ફિલ્મ દૂર કરી દેવાઈ હતી, જોકે, ફેસ્ટિવલના આયોજકોએ આ અંગે ક્યારેય ઇનકાર પણ નથી કર્યાે અને કોઈ સ્વીકાર પણ કર્યાે નથી.જસવિંત સિંઘ કાલરા, પંજાબના માનવ અધિકાર કાર્યકર હતા, જેમણે પંજાબમાં આતંકવાદના સમયમાં શીખ યુવાનોના નકલી એન્કાઉન્ટર વિરુદ્ધ લડત ચલાવી હતી.SS1MS