દિલજીત દોષંજ સ્ટેજ પર ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો
મુંબઈ, બોલિવૂડ એક્ટર દિલજીત દોષંજ અને પરિણીતી ચોપરાની ફિલ્મ ચમકીલાનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં દિલજીત દોષંજ અને પરિણીતી ચોપરા બન્ને રિયલ લાઇફમાં ભૂમિકા ભજવતા જોવા મળશે.
આ ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ જેમાં ફિલ્મના પૂરા સ્ટારકાસ્ટ સાથે નિર્દેશક ઇÂમ્તયાઝ અલી, મ્યુઝિક ડાયરેક્ટર એઆર રહેમાન અને કૈલાશ ખૈર નજરે પડ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર દિલજીત દોષંજ રડવા લાગ્યો જેની જોઇને દરેક લોકો હેરાન થઇ ગયા.
જો કે આ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે નિર્દેશક ઇÂમ્તયાઝ અલી ફિલ્મને લઇને વાત કરી રહ્યા છે. ઇÂમ્યતયાઝ અલી જણાવે છે કે કેવી રીતે અમસ સિંહ ચમકીલાની લાઇફમાં એને ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
ત્યારે દિલજીત દોષંજ ઇમોશનલ થઇ ગયા અને રડવા લાગ્યા. ઇÂમ્તયાઝ અલીએ પોતાની સ્પીચ અહીં પૂરી કરી અને પરિણીતી ચોપરા એક્ટરને રડતા બંધ કરે છે. જો કે આ સમયે દરેક લોકો હેરાન થઇ ગયા. ઇÂમ્તયાઝ અલીએ પોતાની સ્પીચ અહીં પૂરી કરી અને પરિણીતી ચોપરા એક્ટરને ચૂપ કરાવે છે.
જો કે અત્યાર સુધીમાં એક્ટર કેમ રડ્યો એ પાછળનું કારણ સામે આવ્યુ નથી. દિલજીત દોષાંજ અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ચમકીલા’ની કહાની સિંગર અમર સિંહ ચમકીલાની જીંદગી પર ફિલ્માવવામાં આવી છે જે પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતુ નામ હતુ.
‘ચમકીલા’ પર પહેલાં અનેક આરોપ લાગેલ છે ત્યારબાદ ૨૭ વર્ષની ઉંમરમાં એમની હત્યા કરવામાં આવી. આ ફિલ્મનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યુ છે.
આ પહેલાં ઇમ્તિયાઝ અલીએ તમાશા અને જબ વી મેટ જેવી અનેક ફિલ્મો બનાવી છે. દિલજીત દોષાંજ આ ફિલ્મમાં અમર સિંહ ચમકીલાની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે પરિણિતી વાત કરવામાં આવે તો એક્ટ્રેસ અમરજોત કૌરના રોલમાં જોવા મળશે. દિલજીત દોષાંજ અને પરિણીતી ચોપરા આ ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે.SS1MS