Western Times News

Gujarati News

દિલજીતનો તેલંગણા સરકારને પડકાર

મુંબઈ, એક્ટર અને પંજાબી સિંગર દિલજીત દોસાંજનો રવિવારે અમદાવાદમાં કોન્સર્ટ યોજાયો હતો. તેના પરફોર્મન્સ દરમિયાન તેણે શરાબ ન પીવા અંગે વાત કરી હતી.

ખરેખર હૈદ્રાબાદમાં તેના કોન્સર્ટ પહેલાં તેલંગણા સરકારે તેને નોટીસ મોકલી હતી કે તેણે પોતાના ગીતોમાં શરાબ અંગેનો કોઈ ઉલ્લેખ ન કરવો. ત્યારે દિલજીતે દરેકને દરેક રાજ્યમાં દારૂબંધી અંગે ઝુંબેશ ચલાવવા વિનંતી કરી હતી.દિલજીતે આ સંદર્ભે કહ્યું કે, જો તેઓ ઇચ્છતા હોય કે ગીતોમાં શરાબનો ઉલ્લેખ બંધ થવો જોઈએ તો સરકારે દરેક રાજ્યમાં દારૂબંધી કરવી જોઈએ.

આ સાથે દિલજીતે બોલિવૂડના કલાકારોને પણ લપેટમાં લીધાં હતાં, જેઓ શરાબની વિવિધ બ્રાન્ડનો પ્રચાર કરે છે. તેણે કહ્યું, “ચલો એક ઝુંબેશ શરૂ કરીએ, જો બધા જ રાજ્યો સંપુર્ણ દારુબંધી જાહેર કરી દે તો હું આજીવન શરાબનો ઉલ્લેખ પણ નહીં કરું. એ શક્ય છે?”આગળ દિલજીતે એવું પણ કહ્યું કે કોવિડ દરમિયાન શરાબ સિવાયની બધી જ દુકાનો બંધ રહેતી હતી.

તમે યુવાનોને મૂર્ખ ન બનાવી શકો. જો તમે સંપુર્ણ પ્રતિબંધ ન મુકી શકતા હોય તો મારો શો હોય એ દિવસે એક દિવસનો ડ્રાય ડે તો જાહેર કરો અને હું શરાબનો ઉલ્લેખ હોય એવું ગીત નહીં ગાઉં. મને ખાલી હેરાનગતિ ન કરશો, હું મારો પ્રોગ્રામ કરું છું અને શાંતિથી ચાલ્યો જાઉં છું.‘

ભૂલભુલૈયા ૩’ની સક્સેસની ઉજવણી કરવા માટે દિલજીતના અમદાવાદના શોમાં કાર્તિક આર્યન પણ જોડાયો હતો. તેમણે બંનેએ ફિલ્મના ટાઇટલ ટ્રેક પર સાથે પર્ફાેર્મ પણ કર્યું હતું.

કાર્તિકે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. ફિલ્મમાં દિલજીત, પિટબુલ અને નીરજ શ્રીધરે આ ગીત એકસાથે ગાયું છે. ત્યારે સ્ટેજ પર દિલજિત દોસાંજ અને કાર્તિક આર્યને આ મોમેન્ટ ઓડિયન્સ માટે રીક્રિએટ કરીને તેમને મજા કરાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.