કેવું વૈશ્વિક બંધારણ પ્રભુને ગમે ?
માનવમાત્રને એ નક્કી કરવું જોઈએ કે આ સૃષ્ટિ ઉક્રાંત છે કે સર્જિત છે ? ઉક્રાંતમાં પરમાણુઓ ભેગા મળીને વૈચારિક યંત્ર ન બને, જડ વસ્તુથી બનેલા મગજમાં વૈચારિક શક્તિ પેદા થાય તે હાસ્યાસ્પદ છે. જીવાત્મા વિચારશક્તિનો ઉપયોગ કરી શકે તે માટે મગજ નિર્માણ કરવામાં આવ્યું, ચેતનદ્રવ્યમાં વાસના ઇચ્છા શક્તિ આવ્યા પછી ખલાસ ન થાય સંવેદનાઓ નષ્ટ થતી નથી. ચેતન દ્રવ્યમાં તેથી નવો જન્મ થાય છે.
આમ ભગવાને જ પોતાના ચૈતન્યને અહ્મ અને ઇચ્છા ચીટકાવતા જ જીવ થયો અને ભગવાને તેને ઇચ્છાનું સ્વાતંત્ર્ય આપ્યું. તેથી ભગવાનનો જ અંશ ભગવાનથી પૃથક થયો, જીવ શિવનું ચૈતન્ય તો એક જ રહ્યું, છતાં પૃથકતા પણ રહી. આજ ભગવાનની સૃષ્ટિ રચનાનું કૌશલ્ય છે, તો પ્રશ્ન થાય કે ભગવાનને સૃષ્ટિ રચના કેમ કરવી પડી તેવું પુછાય નહિ પણ કહ્યું છે કે ‘એકાંકી ન રમતે’ તે ન્યાયે ભગવાને ક્રીડાર્થે, લીલાર્થે, પ્રેમ કરવા માટે સૃષ્ટિનું સર્જન કર્યું,
જેમ કે એક શેઠ હતા તેમને રમવાની ઇચ્છા થઈ તો મહેતાજીને કહ્યું કે આ પત્તાં પકડો મારે બાજી રમવી છે. શેઠાણીને પણ કહ્યું રમવા માટેને બાજીની રમત શરૂ થઈ ત્યારે શેઠ કાળીનો એકો મુક્યો તો શેઠાણીમાં કાળીનું પત્તું ન હતું તેથી લાલની દુરીથી શેઠનો એકો કાપી નાખ્યો, શેઠ કહે હું તારો પતિ છું મારો એકો કેમ કાપે પછી મહેતાજીએ પણ શેઠનો બાદશાહ કાપ્યો સરના પત્તાથી તો શેઠ બબડ્યા તને હું પગાર આપું છું મારું પત્તું કેમ કાપે છે,
તો શેઠાણીએ કહ્યું શેઠ બાજી રમવી બંધ કરો, રમત એકલાથી રમાય નહિ બીજો જોઈએ. તો રમવા પત્ની નોકર બંને ને લીધા છતાં રમત અટકી, કેમ તો રમવા માટે ઇચ્છાનું સ્વાતંત્ર્ય આપવું પડે તો જ રમત ચાલે, તો તે ન્યાયે ભગવાન રમવા માટે પ્રેમ કરવા માટે એકના અનેક થયા છે, વત્તા રમત માટે જીવ માત્રને ઇચ્છા સ્વાતંત્ર્ય આપ્યું સાથે સાથે બાજીનું રમવામાં જેમ બંધારણ હોય અને તેમાં રહીને બાજી રમી શકાય તે ન્યાયે ત્રણ વાતો બની
(૧) ભગવાન ક્રીડાર્થે એકના અનેક થયા (૨) રમત ચાલુ રાખવા જીવ માત્રને ઇચ્છાનું સ્વાતંત્ર્?ય આપ્યું (૩) રમત સાથે રમતનું બંધારણ આપ્યું આમ સારી જગતની માનવ જાતિ પ્રભુનું જ સર્જન છે અને તેના સર્જન ને કેમ જીવવું તે માટે બંધારણ પણ પ્રભુએ જ આપ્યું. તે બંધારણ એટલે ત્રિકાલાબાધિત ચિરંતન શાશ્વત નૈતિક મૂલ્યો છે. જે વૈદિક છે. અપૌરુષેય છે. તે બંધારણને આપણે ધર્મ કહીશું. આ ધર્મ ઈશ નિર્મિત છે.
માનવ નિર્મિત કે માનવ પ્રેરિત નથી. તેમ એ ધર્મ સારી માનવ જાતિનો એક જ હોય જુદો ન હોય કારણ તે ઈશ્વર સર્જિત છે તે ધર્મ બંધારણના પાયામાં અર્થ પાવિત્ર્?ય અને કામ પાવિત્ર્?ય છે. તો તે મુજબ વિશ્વના તમામ દેશોએ પોતાના દેશ માટે ઈશકૃત બંધારણ જ રાખવું પડે તો જ સમસ્ત માનવ જાતિ વસુધૈવ કુટુંબકમ રહી શકે. આજે ઘણા લોકો કહે છે કે મનુષ્યે ધર્મ બનાવ્યો જગતમાં કેમ રહેવાનું તે માટે કાયદાઓ મનુષ્યે કર્યા તેને ધર્મ કહે છે.
તેમને કહેવું જોઈએ કે કદાચ મનુષ્ય કાયદા કરે તો તે કેવળ ઐન્દ્રિય સમાધાન સુખ જુએ તેનાથી આગળ વધીને માનસિક, બૌદ્ધિક, આત્મિક આવશ્યકતાઓ જોવાની વિચારવાની તાકાત મનુષ્ય બુદ્ધિમાં નથી.સાથે સાથે ઈશ્વર સૃષ્ટિનો માલિક છે. તો કોઈની માલિકી ઉપર આપણા કાયદા ઠોકી બેસાડવાનો પ્રયત્ન જ લુચ્ચાઈ છે. આમ ઈશ્વર અને તેના કાયદાઓને છોડીને હું સુખી થઈશ તે કેવળ બાલિસતા છે.
ઈશ્વર અને તેના કાયદાની વિરુદ્ધમાં મારા કાયદાઓથી જગતને સુખી કરીશ આવી ગર્જના કરનારા રાક્ષસો કહેવાય, રાક્ષસોને કંઈ શીંગડા ન હોય કે મોટી મોટી આંખોના ડોળા ન હોય, બિહામણા પણ ન હોય, રાક્ષસો પણ લોન્ડ્રીમાં ધોયેલા ઉજ્જવળ કપડામાં જરીના કપડામાં પણ હોઈ શકે. જેમ ઉપર કહ્યું તેમ તેમના કાયદાઓ બનાવીને અર્થ અને કામ પાવિત્ર્ય છોડીને જગતને સુખી કરવાની કળી પડે તે રાક્ષસતા છે.
સૃષ્ટિ પ્રભુની મિલકત છે. તેના ઉપર પોતાના કાયદા ઠોકી બેસાડનાર અપ્રમાણિક છે. આવા લોકો સરવાળે પોતાનો નાશ કરે અને જગતને નુકસાન કરે છે. તેથી વિશ્વની તમામ માનવ જાતિએ પ્રમાણિકપણે માનવું રહ્યું કે સારીએ સૃષ્ટિ પ્રભુ સર્જિત છે તેથી તેનો માલિક પણ પ્રભુ છે મને ઇચ્છાનું સ્વાતંત્ર્?ય તેના બંધારણમાં રહીને આપ્યું છે તેથી તેનો દુરુપયોગ ન કરતાં
અર્થ પાવિત્ર્ય અને કામ પાવિત્ર્?ય એટલે પરધન પથ્થર અને પર સ્ત્રી માત સમાન તે મુજબ ચિરંતન શાશ્વત નૈતિક મૂલ્યો જે ત્રિકાલા બાધિત છે તેને સમજવા પ્રયત્ન કરું જીવનમાં વણું અને મારા રાષ્ટ્રને તે મુજબનું બંધારણ બનાવવા માટે મારી વિત્તશક્તિ વિચાર શક્તિ અને શરીર શક્તિનો ઉપયોગ કરું. સારીયે વિશ્વની માનવજાતિનું રાષ્ટ્રીય બંધારણ ઇશ્વરકૃત બને તો જ વિશ્વ વસુધૈવ કુટુંબકમ બની શકે,
વિજ્ઞાનના સથવારે આખુ વિશ્વ એકદમ નજીકના પડોશી જેવું થયું છે ત્યારે સુખ શાન્તિ અને સમાધાનથી રહેવા માટે આવા ઇશકૃત બંધારણની જ જરૂર છે. આજે વિશ્વના જુદા જુદા દેશોએ વાસનાજન્ય પરિસ્થિતિજન્ય પ્રતિક્રિયાત્મક વિચારે બંધારણો ઉભા કર્યા છે જેના કારણે વૈશ્વિક સમસ્યાઓ એ વિરાટ સ્વરૂપો ધારણ કર્યા છે. જેમ કે નાગરીકત્વ અને સમાજની સામે રાજસત્તા અને ન્યાયતંત્ર આમને સામને ન્યાયની મુલવણી કરે છે
તેના મૂળમાં ઈશકૃત બંધારણમાં નાગરિકત્વ સમાજ છે. અને રાજ્યકૃત બંધારણ માનવકૃત છે. જેના કારણે કોર્ટો કચેરીઓ પોલીસથાણા મિલકતોના ઝગડા, ફારગતીઓ વધતા જાય છે. માટે પાછા વળો અને ઇશકૃત બંધારણ જ વિશ્વ માન્ય થાય તેવા પ્રયત્નો કરો પ્રભુએ આપેલ ઇચ્છા સ્વાતંત્ર્યથી એવા પ્રયત્નો કરીશું તો તેવા પ્રયત્નો પ્રભુને જરૂર ગમશે.