રામ અને સીતાની જોડી પ્રોજેક્ટમાં ફરી જોવા મળશે

મુંબઈ, ક્લાસિક માઇથોલોજિકલ શો રામાયણના રામ અને સીતાને કોણ ભૂલી શકે… માત્ર આ કેરેક્ટર જ નહીં, પરંતુ તેને ભજવનારા એક્ટર્સ દીપિકા ચીખલિયા અને અરુણ ગોવિલ પણ લોકોના દિલમાં છવાઈ ગયા. સ્થિતિ એવી છે કે આજે પણ જ્યારે જ્યારે રામાયણની વાત આવે છે ત્યારે તેમની જાેડી યાદ આવે છે. Dipika Chikhlia Arun Govil reunite for new show
આ તેમના કેરેક્ટરની અસર હતી કે હકીકતમાં લોકો તેમને ભગવાનની જેમ પૂજવા લાગ્યા હતાપ૩૫ વર્ષ પહેલા ટીવી પર જાેવા મળેલી આ જાેડી ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. દીપિકા અને અરુણ ગોવિલના ફેન્સની આતુરતાનો હવે અંત આવવા જઇ રહ્યો છે. ટીવીની આ હિટ જાેડી હવે સિલ્વર સ્ક્રીન પર જાેવા મળશે…જી હા…. એક્ટ્રેસ દીપિકાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયો તેના નવા પ્રોજેક્ટના શૂટિંગનો છે.જેમાં રામ અને સીતા બંને એકસાથે જાેવા મળે છે. વિડિયોમાં દીપિકા સાડી પહેરીને પૂજા કરતી જાેવા મળે છે.
વિડિયોમાં બીજા સીનમાં તે પોતાના કોસ્ટાર અરુણ ગોવિલ સાથે તે વાત કરતી જાેવા મળે છે. સેથામાં સિંદૂર, કપાળ પર મોટી બિંદી અને ગળામાં મંગલસૂત્ર, દીપિકાનો લુક એકદમ સિમ્પલ છે…. સાથે જ દપિકા તેની વેનિટી વેનમાં બેસીને સ્ક્રિપ્ટ વાંચતી જાેવા મળે છે. વેનિટી વેનમાં એક કાગળની સ્લિપ લાગેલી છે. જેમાં ઉપર શારદાનું નામ અને નીચે દીપિકાનું નામ લખેલું છે.
View this post on Instagram
જેને જાેઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નવા પ્રોજેક્ટમાં દીપિકા ‘શારદા’નામના કેરેક્ટરમાં જાેવા મળશે. જેવો દીપિકાએ સોશિયલ મીડિયા પર પોતાના નવા પ્રોજેક્ટનો વીડિયો શેર કર્યો.
ફેન્સની ખુશીનો પાર ન રહ્યો. અરૂણ અને દીપિકાના ફેન્સ વીડિયો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યાં છે. સાથે જ કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું, મારા રામ અને સીતા ફરી એકવાર સાથે, તો અન્ય એક યુઝરે લખ્યું, હું તેમને જાેવા માટે હવે વધુ રાહ નહીં જાેઇ શકું. સમગ્ર ટીમને શુભકામનાઓ.SS1MS