રશ્મિકાની ‘પુષ્પા ૨’ અને ‘છાવા’ વચ્ચે સીધી ટક્કર
મુંબઈ, એક મોટી ફિલ્મ રિલીઝ થતી હોય એ વીકેન્ડમાં બીજી મોટી ફિલ્મના મેકર્સ પોતાની ફિલ્મ રિલીઝ કરવાનું ટાળતાં હોય છે, જેથી બેમાંથી એક પણ ફિલ્મોને નુકસાની વેઠવી પડે નહીં. પરંતુ હવે જે બે ફિલ્મોની સૌથી વધુ ચર્ચા છે અને જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે, તેવી બે ફિલ્મો એક સાથે રિલીઝ થવા જઈ રહી છે.
વિકી કૌશલની ‘છાવા’ અને અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨ – ધ રૂલ’ વચ્ચે મોટો ક્લેશ થશે કારણ કે આ બંને ફિલ્મો ૬ ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
આ બંને ફિલ્મો એવી છે કે જેમાં ઇન્ડસ્ટ્રીના બે મોટાં સ્ટારની પણ એકબીજા સાથે ભીડાશે. આ વાતથી તેમના ફૅન્સ અને મોટા પડદે મોટી ફિલ્મો જોવાના શોખીન લોકો ઘણા ઉત્સાહમાં છે. સાથે સૌથી મહત્વની વાત એ છે કે આ બંને ફિલ્મોમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં છે.
પુષ્પામાં તો તેને દર્શકો જોઈ જ ચૂક્યા છે, ‘છાવા’માં પણ તે લીડ રોલમાં છે. આમ ફૅન્સનો રશ્મિકાની ચાંદી જ ચાંદી હોવાનું કહી રહ્યાં છે. રશ્મિકાએ ‘ગુડ બાય’ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ એ ફિલ્મ ચાલી નહોતી. તેથી તેની પણ ખાસ નોંધ લેવાઈ નહીં.
પરંતુ તેણે ખુબ સક્રીય રીતે હિન્દી ફિલ્મો સાઈન કરવાનું ચાલુ રાખ્યું. તેણે હિસ્ટોરીકલ ફિલ્મ ‘છાવા’ સાઇન કરી, જે પણ હવે ‘પુષ્પા’ની સાથે જ રિલીઝ થશે. ત્યારે તેના પ્રશંસકોમાં એવી પણ ચર્ચા છે કે હિસ્ટોરિકલ ફિલ્મમાં તેને પોતાની અભિનય ક્ષમતા દર્શાવવાની વધુ તક મળશે.
‘પુષ્પા ૨- ધ રુલ’ એ ૨૦૨૧માં આવેલી બ્લોક બસ્ટર સુપર હીટ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ની સિક્વલ છે, પહેલી ફિલ્મ આખા દેશમાં ધુમ મચાવી દીધી હતી. આ ફિલ્મથી જ એક અલગ પ્રકારનો ફૅન બેઝ તૈયાર થયો હતો. ત્યારે તેની સિક્વલ પાસેથી પુશ્પાના રાજની અને તેની જાહોજલાલી સાથેની રસપ્રદ સ્ટોરીની અપેક્ષાઓ ફૅન્સને છે.
ડિરેક્ટર સુકુમારની પુષ્પા ૨ એક પહેલી ફિલ્મ કરતાં પણ મોટી હિટ ફિલ્મ બનશે તેવી આશા છે. બીજી તરફ ‘છાવા’ એક ઐતિહાસિક ફિલ્મ છે. જેમાં વિક્કી કૌશલ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં જોવા મળશે, આ ફિલ્મમાં પણ રશ્મિકા મંદાના લીડ રોલમાં છે, જે પહેલી વાર કોઈ ઐતિબાસિક ફિલ્મમાં કામ કરી રહી છે અને યેસુબાઈના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર લોંચ થયું ત્યારથી જ સોશિયલ મીડીયા પર તેના વખાણ અને ચર્ચા ચાલી રહ્યા છે.
તેઓ ભારે ઉત્સુકતાથી ફિલ્મ રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબના પાત્રમાં છે અને સંગીત એ આર રહેમાને આપ્યું છે, આ બાબતે પણ ફૅન્સમાં ઉત્સુકતા વધારી છે.
‘પુષ્પા’ પહેલાં ૧૫ ઓગસ્ટે રિલીઝ થઈ જવાની હતી, તેમાં પહેલાં પણ રિલીઝ ડેટમાં ફેરફાર થયા હતા, પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલાશે નહીં તેવું મેકર્સ દ્વારા વચન આપવામાં આવ્યું છે, સાથે જ છાવા માટે પણ અન્ય કોઈ યોગ્ય રિલીઝ ડેટ ન મળતાં તે પણ ૬ ડિસેમ્બરે જ રિલીઝ થશે ત્યારે ‘છાવા’ને ‘પુષ્પા’ જેવી મોટી ફિલ્મ સાથે રિલીઝ કરવાનો નિર્ણય એક અતિ મહત્વાકાંક્ષી નિર્ણય ગણાઈ રહ્યો છે.
પુષ્પા જેવી લોકપ્રિય ફિલ્મ છતાં છાવાના મેકર્સને વિશ્વાસ છે કે તેમની ફિલ્મનું પ્રોડક્શન અને તેમની ફિલ્મની સ્ટોરી દર્શકોને થિએટર સુધી જરૂર ખેંચી લાવશે. ત્યારે હવે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર શું કમાલ બતાવશે, તે જોવાનું છે.SS1MS