અમેરિકાની મંદીના કારણે સુરતના હીરા ઉદ્યોગ પર સીધી અસર
સુરત, ડાયમંડ ઉદ્યોગના વેપાર પર મંદીના વાદળો ધેરાયા છે. ડાયમંડ ટ્રેડિંગની ઓફિસોમાં માલ ખૂટી પડતાં હવે સુરત ડાયમંડ ઉદ્યોગમાં શનિ-રવિનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકામાં આવેલી મંદીની અસર સુરતના ડાયમંડ જાેબ પર જાેવા મળી રહી છે. આમ, ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. Direct impact on Surat’s diamond industry due to recession in America
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષની મંદીના માહોલમાંથી પસાર થયેલા ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે. કારણ કે ડાયમંડ ટ્રેડિંગ ઓફિસમાં માલ ખૂટી પડતાં હવે ડાયમંડ ઉદ્યોગની ગતિ ધીમી થઈ છે. કોરોના સમયે ડાયમંડ એક્સપોર્ટનો ઉદ્યોગ હવે મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે.
ખાસ કરીને પોલિશિંગ માટે સુરતનો ઉદ્યોગ જાણીતો હતો, ત્યારે અમેરિકામાં મંદીનું વાતાવરણ ઊભું થતાં તેની સીધી અસર હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ પર જાેવા મળી રહી છે.
હીરાનું કટ એન્ડ પોલિસીંગ કરતાં નાના યુનિટમાં કલાકો ઘટાડવામાં આવ્યા છે તો કારીગરોને કામ મળી રહે અને આર્થિક સંકળામણ ન અનુભવે તે માટે હવે શનિ-રવિની રજાની પણ જાહેરાત કરવામાં આવી છે. ડાયમંડ ઉદ્યોગ જે પ્રકારે મંદીના માહોલ વચ્ચેથી નીકળી રહ્યું છે ત્યારે આ મંદી ઓછી થવાનું નામ નથી લઇ રહી.
કારણ કે, રશિયા અને યુક્રેનના યુદ્ધ સાથે કેટલાક દેશોના પ્રતિબંધને લઈને પરબ ડાયમંડ સુરતમાં આવતા નથી, જેને લઇને મંદી સતત વધી રહી હોય તેવું સ્પષ્ટપણે માનવું છે.SS1MS