Western Times News

Gujarati News

હાથમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય: નદીને કચરાપેટી બનાવી દેવાતા વહેતા પાણીમાં ફેલાતી દુર્ગંધ

File Photo

થોડા સમય પહેલા સ્વચ્છતા અભિયાન હેઠળ નદીની સફાઈ કરાઈ હતી બાદમાં ફરીથી ગંદકીથી ખદબદી રહેલ નદી

હિંમતનગર, હાથમણી નદી કિનારે આવેલ શહેરના સ્વચ્છતામાં ન માનતા લોકો દ્વારા નદીને કચરાપેટી સમાન બનાવી દેતાં વહેતા પાણી સાથે કચરો જતો હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. નદી કિનારે આવેલ મંદિરો સરકારી કચેરીઓમાં જતા આવતા લોકો માટે ગંદકી માથાના દુખાવા સમાન બની રહી છે. તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાય છે

પણ થોડો સમય બાદ હતી તે પરિસ્થિતિ ઉભી થઈ જતી હોઈ, કાયમી ધોરણે સ્વચ્છતા અભિયાન હાથ ધરાય અથવા કચરો નાખવા વાળાઓ સામે કડકાઈ રાખવામાં આવે અને કચરો નાખવાનું બંધ થાય તોજ નદીની સ્વચ્છતા જળવાય તેમ હોઈ તંત્ર નદીમાં કચરો નાખતા લોકો સામે કડકાઈ રાખે અથવા કાયમી ધોરણે સ્વચ્છતા અભિયાન હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.

હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદીમાં થોડા સમય પહેલા મેઘા સ્વચ્છતા અભિયાન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત રોડ, રસ્તા કેનાલ સહિત હાથમતી નદીની સફાઈ કરવામાં આવી હતી તંત્ર એ લોકોને ગંદકી ન કરવા અને કાયમી આવી સફાઈ જળવાઈ રહે તેવું આહવાન કરાયું હતું પરંતુ આહવાનને કેટલાક શહેરીજનોએ ધ્યાનમાં લીધું નથી

અને હિંમતનગરના ન્યાય મંદિરથી મહેતાપુરા બેઠા પુલ પરથી પસાર થતી નદીમાં તમામ પ્રકારનો કચરો ઠાલવી રહે છે. નદીને કચરાપેટી બનાવી દીધી છે, તેવું કહેવામાં પણ કોઈ અતિશયોકિત નથી. નદીમાં વહેતા પાણીમાં કચરો ઠાલવવાથી પાણી ભારે દુર્ગંધ છોડે છે. નદીની આસપાસ રહેતા લોકો દિવસ દરમિયાન એકઠો કરેલો કચરો રાત્રી દરમિયાન નદીમાં ઠાલવી જાય છે.

સ્વચ્છતાના દૂશ્મન એવા આ લોકો સામે તંત્ર કડક હાથે કામ લે તેવી માંગ ઉઠવા પામી છે. સ્વચ્છતા જાળવી, નદીની પવિત્રતા સ્વચ્છતા થકી જળવાતી, હોઈ સ્વચ્છતાના દુશ્મનો, એવા કચરો નદીમાં ઠાલવતા લોકો રાત્રિ દરમિયાન કચરો નદીમાં ન ઠાલવે અને નદીની સ્વચ્છતા જાળવી રાખે તે પણ જરૂરી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.