Western Times News

Gujarati News

ડીસા: શૌચક્રિયા માટે ગયેલા ખેડૂત પર નીલ ગાયે હુમલો કરતાં મોત

ડીસા, ડીસા તાલુકાના બાઈવાડા ગામે શૌચક્રિયા માટે ગયેલા આધેડ પર નીલ ગાયે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી હતી. બનાવને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઅ ેનો આતંક ખૂબ જ વધી ગયો છે.

રખડતા પશુઓએ અત્યાર સુધી અનેક લોકોને અડફેટે લીધા છે. જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આવી જ એક ઘટના ડીસા તાલુકાના બાઈવાડા ગામે બની છે. અહીં રહેતા ૪૨ વર્ષીય શંભુજી પોપટજી ઠાકોર ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેઓ સામાજિક કામ અર્થે બહારગામ ગયા હતા.

જે દરમ્યાન તેઓ સામાજિક કામ પતાવી ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે બાઈવાડા ગામે આવેલ તળાવ પાસે તેઓ શૌચક્રિયા માટે ગયા હતા. તે સમયે અચાનક ઘસી આવેલી નીલ ગાય તેમની પર હુમલો કર્યો હતો.

નિલ ગાયનું શિંગડું તેમના મોઢાના ભાગે ઘુસી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવ્યા હતા. પરંતુ નીલ ગાયનું શિંગડું વાગતા શંભુજી ઠાકોર લોહીલુહાણ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરાયા હતા. બે સંતાનના પિતાનું આકસ્મિક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સરકાર આ બાબતે આવા પશુઓના નિરાકરણ માટે યોગ્ય પગલા ભરે અને શંભુજી ઠાકોરના પરિવારને સહાય ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.