ડીસા APMC કુલ ૯ જણસીઓથી છલોછલ થયું
ડીસા, બનાસકાંઠા જિલ્લો કૃષિપ્રધાન જિલ્લો છે. અહીંના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરે છે અને સારા ભાવની આશાએ માર્કેટયાર્ડમાં તેનું વેચાણ કરે છે અને સારી આવક મેળવતા હોય છે.
આજે ૫ ફેબ્રુઆરીના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, વરીયાળી, જુવાર,ચણા, પાકની સહિત ૯ પાકની આવક થઈ હતી. આવક થઈ હતી. કુલ ૩૧૮૮ બોરીની આવક નોંધાઈ હતી. ચાલો, આ તમામ જણસીઓના ભાવ તેમજ આવક વિશે જાણીએ. ૫મી ફેબ્રુઆરીના રોજ ડીસા માર્કેટયાર્ડમાં એરંડાની ૭૮૧ બોરીની આવક નોંધાઈ હતી.
જેમાં પ્રતિ ૨૦ કિલોનો નીચો ભાવ ૧૦૭૧ રૂપિયા અને ઊંચો ભાવ ૧૧૩૬ રૂપિયા બોલાયો હતો. ૫મી ફેબ્રુઆરીના રોજ ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંની ૪૬ બોરીની આવક નોંધાઈ હતી. જેમાં પ્રતિ ૨૦ કિલોનો નીચો ભાવ ૪૮૦ રૂપિયા તેમજ ઊંચો ભાવ ૫૪૦ રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત, ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની ૫૨૬ બોરીની આવક નોંધાઈ હતી.
જેમાં પ્રતિ ૨૦ કિલોનો નીચો ભાવ ૮૭૧ રૂપિયા અને ઊંચો ભાવ ૯૮૮ રૂપિયા નોંધાયો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં બાજરીની ૧૫૦૪ બોરીની આવક નોંધાઈ હતી. જેમાં ભાવ પ્રતિ ૨૦ કિલોનો નીચો ભાવ ૪૫૨ રૂપિયા અને ઊંચો ભાવ ૪૮૮ રૂપિયા બોલાયો હતો.
૫મી ફેબ્રુઆરીના રોજ ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની ૩૦૫ બોરીની આવક નોંધાઈ હતી. જેમાં ભાવ પ્રતિ ૨૦ કિલોનો નીચો ભાવ ૧૨૦૦ રૂપિયા અને ઊંચો ભાવ ૨૦૭૫ રૂપિયા બોલાયો હતા.
આ ઉપરાંત, રજકા બાજરીનો ભાવ ૫૨૦ રૂપિયા નોંધાયો હતો અને કુલ ૧ બોરી આવક નોંધાઈ હતી. જુવારની કુલ ૩ બોરી આવક નોંધાઈ હતી, જેમાં ભાવ ૧૧૭૫ રુપિયા નોંધાયો હતો. આ ઉપરાંત, સરસવની પણ આવક થવા પામી હતી. સરસવની કુલ ૯ બોરી આવક નોંધાઈ હતી અને ૧૦૨૧ રૂપિયા ભાવ નોંધાયો હતો.SS1MS