મહીસાગરના વિકલાંગ મિતેશભાઈએ મતદાન કરી અન્યોને પણ અપીલ કરી
(માહિતી)બાલાસિનોર, બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના બાદરપુરા ગામના વિકલાંગ શ્રી મિતેશભાઈ સોલંકી ગામના સખી મતદાન મથક હાંડીયા ( બાલાસિનોર) ખાતે પહોંચી મતદાન કર્યું હતું. લોકશાહીનાં આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવતા મિતેશભાઈ જણાવે છે કે,આ મારુ પહેલું મતદાન છે અને તંત્ર દ્વારા મતદાન મથક પર વ્હિલચેર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું અને મને એ જાણીને ખુશી થાય છે કે તંત્ર દ્વારા અમારા જેવો લોકોને કોઈ મુશ્કેલી ના પડે તેની તકેદારી રાખવામાં આવી છે.આ સાથે તેમણે સૌએ અચૂક મતદાન કરવું જ જાેઇએ તેવી અપીલ કરી હતી.