આમોદરા ગામની દિવ્યાંગ વિદ્યાર્થીનીએ ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
(પ્રતિનિધિ)બાયડ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના અંતરિયાળ એવા આમોદરા ગામની દિવ્યાંગ વિદ્યાર્થીનીએ બેંગ્લોર ખાતે યોજાયેલ ઇન્ડિયન ઓપન નેશનલ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ માં ગોલ્ડ મેડલ હાંસલ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીનીએ સમગ્ર જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.વિજયનગરના અંતરિયાળ ગામ આમોદરા મુકામે અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ બાળકોના સર્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે વિશિષ્ટ શિક્ષિકા ને આંખની તકલીફ ધરાવતી દીકરી તેજલ અમરાજી ડામોર સાથે મુલાકાત થઈ.
ખેતરમાં દીવાલ વિના જ છાપરૂ ધરાવતી મરઘા અને બકરાના બચ્ચા વચ્ચે રમતી આ તેજલને પ્રથમ તો ઇડર અંધજન શાખામાં પ્રવેશ અપાવ્યો અને સરખી રીતે કપડા અને વાળ ઓળવવા ઘણા પ્રયત્નો પછી આ તેજલ વાળ ઓળાવવાનું શીખી તેજલ ડામોર ને આગળ લાવવા માટે વિશિષ્ટ શિક્ષકોએ ખૂબ પ્રયત્ન કર્યા તેને સમજાવી પડતી અને તેને સ્પર્ધામાં ભાગ લેવાનો શરુ કર્યો તેને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવા સમજાવવાથી આ દીકરી એટલી ઉત્સુક બની ગઈ કે તેનું લક્ષ પણ સ્પર્ધામાં પ્રથમ નંબરે જ આવવું તેવું બની ગયું હતું.
ખેલ મહાકુંભમાં તે દર વર્ષે દોડ અને લાંબી કૂદમાં પ્રથમ જ આવે હવે તેની ઉડાન આગળ વધતી રહી છે. ઇન્ડિયન ઓપન નેશનલ ચેમ્પિયનશિપ બેંગલોર ખાતે ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ યોજાઇ જેમાં પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત તરફથી ભાગ લઇ તેજલ ડામોર કંબાઇન કેટેગરીમાં ૪૦૦ મીટર દોડમાં ચોથા ક્રમે વિજેતા અને લાંબી કૂદમાં પણ ચોથા ક્રમે વિજેતા બની હતી.
ત્યારબાદ ૩૦ નેશનલ પેરા એટલેટીક ચેમ્પિયનશિપ ૨૦૨૨ તા.૨૮ થી ૩૧ માર્ચ ઓડીશા ખાતે રમાઈ જેમાં કેટેગરીમાં સંપૂર્ણ અંધ તેજલ ડામોર ૧૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ અને ૪૦૦ મીટરમાં સિલ્વર મેડલ હાંસલ કરી ગૌરવ વધાર્યું હતું.
ત્યારે તાજેતરમાં ઇન્ડિયન ઓપન નેશનલ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ ઓગસ્ટ ૨૦૨૨ મા શ્રી કાન્ટીયા સ્ટેડિયમ બેંગ્લોર ખાતે યોજાયી હતી જેમાં તેજલ ડામોરે રાષ્ટ્રીય અંજન મંડળના સૌજન્યથી આગ ગેમમાં ભાગ લીધો હતો આ ગેમ ઇન્ટરનેશનલ સિલેક્ટ ગેમ હતી જેમાં તેજલ ડામોર ૧૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ મેળવી તેણે ઇડર અંજન મંડળ સંસ્થાનું અને સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.