Western Times News

Gujarati News

જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા સદગત સન્માન યોજના અંતર્ગત ૩૨ લાભાર્થીઓને કુલ રૂપિયા ૬૪ લાખની સહાય વિતરણ

સદગત સન્માન સેવા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ. ૧.૩૮ કરોડની સહાય ચૂકવવામાં આવી

(માહિતિ) અમદાવાદ, મરણોત્તર સહાયની યોજનાઓ જિલ્લાના ગામે – ગામ અને છેવાડાના માનવ સુધી પહોચે અને મૃતકના પરીવાર સાથે સંવેદના સાથે સમયસર આર્થિક સહાય આપી પરીવાર આર્ત્મનિભર થઇ શકે તેવા શુભ આશયથી તમામ યોજનાનું સચોટ અને સુવ્યવસ્થિત અમલીકરણ થાય તે માટે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અમદાવાદના સંનિષ્ટ પ્રયાસના ભાગ રૂપે “સદગત સમ્માન યોજના”અમલમાં મૂકવામાં આવી છે.

આ સંદર્ભે સમગ્ર રાજયમાં જીલ્લા પંચાયત અમદાવાદ દ્વારા પહેલ કરી જીલ્લાના ખેડૂત ખાતેદાર તથા તેમના કુટુંબીજનનું જયારે અકસ્માતે મૃત્યુ થાય ત્યારે ખેડુત પરીવાર આર્ત્મનિભર થઇ શકે તે માટે સંવેદના દાખવી જીલ્લા પંચાયત સ્વ ભંડોળ સદરે ખર્ચ પાડી રૂપિય બે લાખની સહાય ખેડૂત પરિવારને ચૂકવવામાં આવે છે. જેના ભાગ રૂપે જિલ્લા પંચાયત ખાતે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ સદગત સન્માન સેવા યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા અને ચેરમેનશ્રી, કારોબારી સમિતિ વિનોદભાઇ પટેલ, ચેરમેનશ્રી, ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિ તથા જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૩૨ લાભાર્થીઓને કુલ રૂ ૬૪.૦૦ લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે લાભાર્થીઓને મરણોત્તર સહાય યોજનાનો લાભ મળી રહે તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે જિલ્લા પંચાયત સદરે કુલ રૂ. ૧.૭૫ કરોડની જાેગવાઇ કરેલ છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ- ૭૮ લાભાર્થીઓને રૂ ૧.૩૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજનાનું અસરકારક રીતે અમલીકરણ થાય તે માટે જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રિય કક્ષાએ ગ્રામસેવકશ્રી દ્વારા ખેડૂત કુંટુબની રૂબરૂ મુલાકાત કરી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકારે વિવિધ વિભાગની મરણોત્તર સહાય યોજનાઓનો થકી મૃતકના પરિવારજનોને સમયસર આર્થિક સહાય મળે અને તેમનું પરિવાર આર્થિક રીતે આર્ત્મનિભર થઈ શકે તે દિશામાં ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા છે. મરણોત્તર સહાય વિતરણના કાર્યક્રમમાં તમામ શાખાધિકારીશ્રીઓ, સદસ્યશ્રીઓ, કર્મચારીગણ અને લાભાર્થીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.