Western Times News

Gujarati News

વારાણસીથી ગાંધીનગર આવ્યા રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા: 169મી વખત રક્તદાન કર્યું

અમદાવાદ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના શિષ્ય શ્રી સત્યપ્રકાશ આર્ય રાજ્યપાલશ્રીના જન્મદિવસે રક્તદાન કરવા છેક વારાણસીથી ગાંધીનગર આવ્યા હતા. તેઓ પ્રતિવર્ષ રાજ્યપાલશ્રીના જન્મદિવસે રક્તદાન કરવા ગાંધીનગર આવે છે. શ્રી સત્યપ્રકાશ આર્યએ આજે 169 મી વખત રક્તદાન કર્યું હતું. Disciples of Governor came to Gandhinagar from Varanasi to donate blood: 169th blood donation

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુરુકુળ કુરુક્ષેત્રમાં પ્રધાન આચાર્ય હતા ત્યારે શ્રી સત્યપ્રકાશ આર્ય તેમના શિષ્ય હતા. શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી જ તેમણે રક્તદાન અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ આદરી છે. અત્યાર સુધીમાં તેમણે 125 વખત રક્તદાન, 43 વખત પ્લેટલેટ્સનું દાન અને એક વખત ડબલ્યુ.બી.સી. દાન કર્યું હતું. આ તેમનું 169 મી વખતનું રક્તદાન છે. તેમણે અંગદાન અને દેહદાનનો સંકલ્પ પણ લીધો છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે રાજભવન પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ગાંધીનગરલાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હોસ્ટઅમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી

રાજ ભવન ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પ દરમિયાન રાજભવન પરિવાર ઉપરાંત એનસીસીએનએસએસઆર્મીએરફોર્સકોસ્ટ ગાર્ડબોર્ડર સિક્યુરિટી ફોર્સપોલીસસીઆરપીએફના જવાનો,  એન્જિનિયરિંગમેડિકલડેન્ટલ કોલેજ અને આયુષ કોલેજ તથા ગુજરાત વિદ્યાપીઠના યુવાન વિદ્યાર્થીઓ અને અન્ય સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.