Western Times News

Gujarati News

ભણસાલીના અપકમિંગ પ્રોજેક્ટ હીરામંડીની ચર્ચા

મુંબઈ, ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મો તેમના કામ અને તેમના સમર્પણને ખૂબ સારી રીતે દર્શાવે છે. જે ફિલ્મ સાથે સંજય લીલા ભણસાલીનું નામ જોડાયેલું છે, તે ફિલ્મને મોટી અને શાનદાર બનાવવાની જવાબદારી પણ મેકર્સની સાથે જોડાયેલી છે.

તેમના પ્રોજેક્ટ પર કાળજીપૂર્વક કામ કરવાનું સંજય લીલા ભણસાલી પાસેથી શીખવું જોઈએ. પછી તે સ્ટાર્સના કોસ્યુમ હોય કે પછી ફિલ્મોના શૂટિંગ માટે તૈયાર કરાયેલા મોટા લક્ઝુરિયસ સેટ હોય. હાલમાં ફિલ્મ મેકરનો અપકમિંગ પ્રોજેક્ટ ‘હીરામંડી’ ચર્ચામાં છે.

ઐતિહાસિક અને અનોખી વાર્તાઓ બતાવવા માટે ફેમસ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ની એક ઝલક ગઈકાલે જોવા મળી હતી. જે બાદ ‘હીરામંડી’ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ‘હીરામંડી’ ઓટીટી પ્લેટફોર્મ નેટÂફ્લક્સ પર રિલીઝ થશે.

પરંતુ આ સીરિઝ પહેલા તમને પાકિસ્તાનની ‘હીરામંડી’નો ઈતિહાસ જણાવવા માંગીએ છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે અને જે સંજય લીલા ભણસાલી આ સ્ટોરીને પોતાની વેબ સિરીઝમાં લઈને આવી રહ્યા છે. પાકિસ્તાનના લાહોરમાં એક રેડ લાઈટ એરિયા છે, જે ‘હીરામંડી’ તરીકે ઓળખાય છે.

આ વિસ્તારને શાહી મોહલ્લા પણ કહેવામાં આવે છે. મળતી માહિતી મુજબ શીખ મહારાજ રણજીત સિંહે તેમના મંત્રી હીરા સિંહ ડોગરાના નામ પર ‘હીરામંડી’ નામ આપ્યું હતું. મંત્રી હીરા સિંહે અહીં અનાજ બજારની શરૂઆત કરાવી હતી. સંજય લીલા ભણસાલી પહેલા કરણ જોહરે તેની ફિલ્મ કલંકમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

હીરામંડી’ની તવાયફેં આખી દુનિયામાં ફેમસ હતી. પરંતુ વિભાજન પહેલા આ વેશ્યાલયમાં થયેલા પ્રેમ, વિશ્વાસઘાત અને રાજનીતિની સ્ટોરી આજે પણ ખૂબ જ ફેમસ છે. ‘હીરામંડી’માં ઘણી સુંદર સ્ત્રીઓ રહેતી હતી. અફઘાનિસ્તાનથી ઉઝબેકિસ્તાનની મહિલાઓ અહીં આવીને રહેતી હતી.

પરંતુ તે સમયગાળો એવો હતો કે ‘તવાયફ’ શબ્દને ખરાબ માનવામાં આવતો ન હતો અને તેને ખરાબ નજરથી જોવામાં આવતો ન હતો. મુઘલ કાળ દરમિયાન ‘હીરામંડી’માં રહેતી મહિલાઓ નૃત્ય, કળા, સંસ્કૃતિ અને સંગીતમાં ખૂબ જ જોડાયેલી હતી અને તેઓ રાજાઓ અને બાદશાહોની સામે જ તેમની કળાનું પ્રદર્શન કરતી હતી.

સમય બદલાયો અને મુઘલો પછી વિદેશીઓએ ‘હીરામંડી’ પર રાજ કરવાનું શરૂ કર્યું. વિદેશીઓના શાસનમાં ‘હીરામંડી’ની ચમક ઓછી થવા લાગી. આ લોકોએ ‘હીરામંડી’નો અર્થ બદલી નાખ્યો અને વિદેશીઓએ ત્યાં રહેતી મહિલાઓને વેશ્યા તરીકે પણ નામ આપ્યું.

હીરામંડી’ હવે પહેલા જેવો શાહી વિસ્તાર નથી રહ્યો. તેની ચમક સમય સાથે ગાયબ થઈ ગઈ છે. હવે દિવસ દરમિયાન તે દરરોજ આમા બજાર જેવું છે. જ્યાં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે. પરંતુ સાંજ પડતાં જ અહીંનો નજારો સંપૂર્ણપણે બદલાયેલો જોવા મળે છે. આ વિસ્તાર રેડ લાઈટ એરિયામાં ફેરવાઈ જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.