ટ્રમ્પના શપથ પછી તરત પુતિન અને જિનપિંગ વચ્ચે ચર્ચા
મોસ્કો, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધી પછી તરત રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ચીનના શિ જિનપિંગ સાથે ફોન પર વાત કરી હતી. યુક્રેન પર રશિયાના હુમલા પછી પુતિન અને ચીનના સંબંધો વધુ મજબૂત બન્યા છે ત્યારે બંને નેતાએ બદલાતા વૈશ્વિક સમીકરણ પર ચર્ચા કરી હતી.
પુતિને ફોન પરની વાતચીતમાં ભાર મૂક્યો હતો કે, “રશિયા-ચીનના સંબંધો સમાન હિતો, સમાનતા અને પરસ્પર લાભ પર આધારિત છે. આ સંબંધો આંતરિક રાજકીય પરિબળો કે હાલના આંતરરાષ્ટ્રીય માહોલ પર નિર્ભર નથી.” ઉલ્લેખનીય છે કે, પશ્ચિમના દેશોએ રશિયા પર લગાવેલા પ્રતિબંધો પછી ચીન રશિયાના ઓઇલ અને ગેસનું મોટું ગ્રાહક બન્યું છે.
પુતિને જણાવ્યું હતું કે, “અમે ન્યાયસંગત બહુધ્›વીય વૈશ્વિક વ્યવસ્થાને ટેકો આપીએ છીએ. વૈશ્વિક બાબતોમાં રશિયા અને ચીનના સંયુક્ત પ્રયાસ સ્થિરતાની બાબતમાં મહત્વની ભૂમિકા ભજવે છે.”ટેલિવિઝન પર પ્રસારિત પુતિન અને જિનપિંગની વાટાઘાટના અંશમાં બંનેમાંથી કોઇ નેતાએ પ્રત્યક્ષ રીતે ટ્રમ્પના નામનો ઉલ્લેખ કર્યાે ન હતો.
જોકે, તેમની વાટાઘાટનો સમય સંકેત આપે છે કે તે અમેરિકાની નવી સરકાર સાથે સંવાદ માટે તૈયાર છે. દરમિયાન જિનપિંગે શુક્રવારે ફોન પર ટ્રમ્પ સાથે વાત કરી હતી. જેમાં તેમણે અમેરિકા સાથે સારા સંબંધોની આશા વ્યક્ત કરી હતી. પુતિને હજુ ટ્રમ્પ સાથે વાત કરી નથી, પણ તેમણે અધિકારીઓ સાથેના વીડિયો કોલમાં ટ્રમ્પને રાષ્ટ્રપતિપદ માટે શુભેચ્છા આપી હતી અને રશિયા સાથે સંવાદના ઇરાદાને આવકાર્યાે હતો.SS1MS