Western Times News

Gujarati News

વહેલી સવાર સુધી સંસદમાં મણિપુર અંગે ચર્ચા, ગૃહમંત્રીએ ૨૬૦ મોતનું સત્ય સ્વીકાર્યું

નવી દિલ્હી, સંસદે ચોથી એપ્રિલે વહેલી સવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો બંધારણીય ઠરાવ પસાર કર્યાે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, બે મહિનાની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરતો બંધારણીય ઠરાવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ચર્ચા અને પસાર માટે રજૂ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, હિંસાગ્રસ્ત મણિપુરમાં ૧૩મી ફેબ્›આરીએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે લગભગ ૪ વાગ્યે ઉપલા ગૃહે ધ્વનિમત દ્વારા ઠરાવ પસાર કર્યાે. લોકસભા તેને પહેલાથી જ પસાર કરી ચૂકી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું કે, ‘મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ રાજ્યપાલે ધારાસભ્યો સાથે ચર્ચા કરી અને બહુમતી સભ્યોએ કહ્યું કે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. ત્યારબાદ કેબિનેટે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધી.’

તેમણે જણાવ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, મેં બે મહિનાની અંદર આ સંદર્ભમાં ગૃહની મંજૂરી માટે એક બંધારણીય ઠરાવ લાવ્યો છું.

સરકારની પહેલી ચિંતા મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની છે અને છેલ્લા ચાર મહિનામાં ત્યાં એક પણ મૃત્યુ થયું નથી અને ફક્ત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મણિપુરમાં વંશીય હિંસામાં ૨૬૦ લોકો માર્યા ગયા હતા, પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસામાં વધુ લોકો માર્યા ગયા હતા.’બિલ પર ચર્ચામાં ભાગ લેતી વખતે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘મણિપુરમાં આટલી હિંસા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હજુ સુધી તે રાજ્યની મુલાકાત લેવાની તક મળી નથી.

જ્યારે શાસક પક્ષ પર ભારે દબાણ હતું, ત્યારે ત્યાંના મુખ્યમંત્રીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. મણિપુરમાં ભાજપની ‘ડબલ એન્જિન સરકાર’ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.