રાજ્યમાં તલાટીની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે ST-રેલવે સાથે ચર્ચા
ST, રેલવેના અધિકારીઓ સાથે વધારાની બસ અને રેલવે મુકવા ચર્ચા કરાશે-૪ મેના રોજ જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે તાલીમ કરવામાં આવશે
ગાંધીનગર, ૭ મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાશે, ત્યારે તલાટીની પરીક્ષાને લઈ પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પરીક્ષાની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પરીક્ષાની સમિતિમાં સામેલ તમામ અધિકારીઓ સાથે બેઠક કરી લેવામાં આવી છે અને આવતીકાલે મુખ્ય સચિવ સાથે બેઠક થવાની છે. Discussion with ST-Railway for students appearing for Talati exam in the state
હસમુખ પટેલે કહ્યું કે, ૪ મેના રોજ જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે તાલીમ કરવામાં આવશે. તથા જી્, રેલવેના અધિકારીઓ સાથે વધારાની બસ અને રેલવે મુકવા ચર્ચા કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, તલાટીની પરીક્ષા માટે ૮.૬૪ લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૮.૧૯ લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. જેથી ૭.૫ લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી અમારી ધારણા છે. પરીક્ષા આપવા માંગતા ઉમેદવારના પરીક્ષા કેન્દ્ર અંગે પણ હસમુખ પટેલે નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા ઉમેદવારોને જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેથી તમામ ઉમેદવારોએ જિલ્લા બહાર પરીક્ષા આપવા જવું પડશે. આ તમામ ઉમેદવારોને રહેવા માટે છાત્રાલયો અને સમાજવાડીઓનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ ગત પરીક્ષામાં ઉમેદવારોને મદદ કરી હતી. જેથી આ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ આ વખતે પણ ઉમેદવારને મદદ કરે તેવી અમારી આશા છે
હસમુખ પટેલે જૂનિયર કલાર્કની પરીક્ષાના ઉમેદવારોને ૨૫૪ રૂપિયા ન મળવાના મુદ્દે જણાવ્યું કે, કુલ ૩.૯૨ લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે તેમજ ૨.૮૬ લાખ ઉમેદવારોએ બેંકની વિગતો ભરી છે અને ૨.૬૪ લાખ ઉમેદવારોને નાણા ચૂકવાઈ ગયા છે
તેમજ ૭૭૬૩ ઉમેદવારોના નાણા પરત આવ્યા છે જેમા ખાતા બંધ હોઈ શકે તેમણે વધુમાં જણાવ્યું કે, ૩૭૫ ઉમેદવારો બેંકની વિગતો આપી છે તેની તપાસ ચાલી રહી છે તેમજ એક જ એકાઉન્ટમા એક કરતા વધુ ઉમેદવારોના નામ છે અને ૧૨૫૯૭ નામોના નાણા વેરીફિકેશન કરી જમા કરીશુ.