આંદોલનકારી ખેડૂતો સાથે ૧૪મી ફેબ્રુઆરીએ ચર્ચા કરાશે: સરકાર
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે મંગળવારે સંસદને જાણ કરી છે કે પંજાબ અને હરિયાણામાં આંદોલનકારી ખેડૂતોની સાથે છઠ્ઠા તબકાકાની વાતચીત ૧૪મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
ગત મહિને ખેડૂતો સાથે યોજાયેલી બેઠકમાં સરકારે ટેકાના ભાવ(એમએસપી) પર કેટલાક કૃષિ પાકોની ખરીદી માટે પાંચ વર્ષની યોજનાનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ એમએસપી માટે કાયદાની ગેરંટી સહિત ખેડૂતોની વ્યાપાક માંગો પર સર્વસંમતિ બની શકી ન હતી. કૃષિ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે લોકસભામાં લેખિત ઉત્તરમાં કહ્યું કે, ‘ખેડૂતોની સાથે આગામી તબક્કાની ચર્ચા ૧૪ ફેબ્રુઆરીએ થશે.
આંદોલનકારી ખેડૂતો અને તેમની માંગ સંબંધિત મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં વિચારધીન છે અને આ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની પણ રચના કરી છે.’ કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, સરકારે આઠમી ફેબ્રુઆરી ૨૦૨૪એ ખેડૂતો સાથે તેમની માંગોને લઈને ચર્ચા શરુ કરી હતી.
૧૩ ફેબ્રઆરી, ૨૦૨૪એ વિરોધ પ્રદર્શન શરૂ થયા પછી સરકારે સમાધાનકારી વલણ રાખ્યું છે. કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂતો સાથે પાંચ તબક્કામાં વાતચીત કરેલી છે.SS1MS