કોંગ્રેસના નારાજ પૂર્વ ધારાસભ્ય કામિની બાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પક્ષપલટો પણ વધી રહ્યો છે. તમામ પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.
જાેકે, આ દરમિયાન અનેક ટિકિટ ન મળતા અનેક ઉમેદવારોની નારજગી અને અનેક સમાજનો વિરોધ પણ સામે આવી રહ્યો છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વધુ એક નારાજ ઉમેદવાર પક્ષમાંથી રાજીનામું આપી શકે છે.
દહેગામ કોંગ્રેસના ઘારાસભ્ય કામિની બા આજે પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. કામિની બા કોંગ્રેસ છોડીને આજે જ ભાજપનો ખેસ ધારણ કરે તેવી પણ માહિતી મળી રહી છે.
કોંગ્રેસે કામિની બા ને ધારાસભ્યની ટિકિટ ન ફાળવતા તેઓ પક્ષથી નારાજ છે. હવે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાય તેવા એંધાણ છે. જિલ્લાની ૩૪ દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે કામિની બા રાઠોડે તેનો વિરોધ દર્શાવ્યો છે.
થોડા દિવસ પહેલા દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીની બાએ આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો અન્યો જાેડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દીધી.
પહેલા મારી પાસે એક કરોડની માંગણી કરી પછી ૭૦ લાખ કીધા અને મેં કહ્યું ૭૦ લાખ નહીં તો મારી પાસે ૫૦ લાખની માંગણી કરી છે. મને કહેવામાં આવ્યુ હતુ કે, તમે જ્યાં સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારી ટિકિટ ફાઈનલ નહીં થાય. તમે પૈસા આપશો પછી જ ફાઈનલ થશે. આમ કામિની બાએ કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો.SS1MS