દિશા પટાણીની પ્રભાસની ફિલ્મ ફૌજીમાં એન્ટ્રી થયાની ચર્ચા

જો આમ થશે તો બન્ને જણા ફરી બીજી વખત સાથે કામ કરશે
ફિલ્મ ફૌઝીમાં નામ અનુસાર, પ્રભાસ ર્બિટીશ સોલ્જરની ભૂમિકા ભજવવાનો છે, આ ફિલ્મમાં અનુપમ ખેર, જયાપ્રદા, મિથુન ચક્રવર્તીના પણ મહત્વના રોલ છે
મુંબઈ,
પ્રભાસની આગામી ફિલ્મ ફૌઝીમાં યૂટયુબ સેન્સેશન ઇમાનવી ઇસમાઇલ ફીમેલ લીડમાં જોવા મળશે તેનું લોકોનું અનુમાન હતું. વાસ્તવમાં તે ફિલ્મની ઘોષણા વખતે પ્રભાસ સાથે જોવા મળી હતી. આ પછી મૃણાલ ઠાકુરનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ ફિલ્મસર્જકને ફિલ્મના એ ચોક્કસ પાત્રને મૃણાલ ન્યાય નહીં કરી શકે એમ વિચારતાં હવે દિશા પટાણીની એન્ટ્રીની ચર્ચા થઇ રહી છે, જોકે અભિનેત્રીના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. જોકે આલિયા ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે.
વાસ્તવમાં પ્રભાસ અને દિશા પટાણી કલ્કિ ૨૮૯૮ એડીમાંસાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મે દુનિયાભરમાંથી ૧,૦૦૦ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેકશન કર્યું હતું. હવે ફરી તેને પ્રભાસ સાથે ફિલ્મ ફૌઝીમાં લેવાની પ્લાનિંગ ચાલી રહી છે. જોકે હજી સુધી આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફિલ્મ ફૌઝીમાં નામ અનુસાર, પ્રભાસ ર્બિટીશ સોલ્જરની ભૂમિકા ભજવવાનો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, જયાપ્રદા, મિથુન ચક્રવર્તીના પણ મહત્વના રોલ છે. ss1