Western Times News

Gujarati News

બર્થ ડે પર Disha Pataniએ શેર કર્યો ટાઇગરનો ખાસ ફોટો

મુંબઈ, Bollywood actor Tiger Shroffનો આજે ૩૩મો જન્મદિવસ છે. આ માટે એક્ટરના ફેન્સની સાથે સેલિબ્રિટીઓ પણ તેને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. જાે કે તમને જાણીને નવાઈ લાગશે કે ટાઈગરની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ દિશા પટનીએ પણ ખૂબ જ ક્યૂટ અંદાજમાં ટાઈગરને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. Disha Patani shared a special photo of Tiger on his birthday

Disha Patani એ તેની Instagram સ્ટોરી પર ટાઇગરનો એક ક્યૂટ ફોટો શેર કર્યો છે, જેમાં તે ટાઇગર પ્રિન્ટેડ સ્કાર્ફ પહેરેલો નજરે પડી રહ્યો છે.

આ તસવીર પોસ્ટ કરતા દિશા પટનીએ કેપ્શનમાં લખ્યું, હેપ્પી બર્થડે ટિગ્ગી. હંમેશા સૌથી ખુબસુરત રહો અને પોતાને મોટિવેટ કરતા રહો. દિશા પટનીની આ પોસ્ટ જાેઈને દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

દિશા પટની અને ટાઈગર શ્રોફનું થોડા મહિના પહેલા જ બ્રેકઅપ થયું હતું. બંને લગભગ ૬ વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. આ દરમિયાન દિશા અને ટાઈગર લિવ-ઈનમાં પણ રહ્યા હતા. દિશા પટની અને ટાઈગર શ્રોફના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જાે કે તેમના ફેન્સનુ માનવુ હતું ક બંને ફરીથી સાથે જાેવા મળશે, પરંતુ પરંતુ એવું થયું નહીં.

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff)


મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, દિશા પટની ટાઈગર શ્રોફ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ ટાઈગર કોઈપણ કમિટમેન્ટ આપવા માટે તૈયાર ન હતો. તેમ છતાં દિશા વારંવાર ટાઇગર પર તેની સાથે લગ્ન કરવા માટેનુ દબાણ કરતી હતી, જેના કારણે તેમના સંબંધોમાં કડવાશ આવી હતી અને બંને અલગ થઈ ગયા.

અત્યાર સુધી દિશા કે ટાઈગર બંનેમાંથી કોઈએ પણ પોતાના બ્રેકઅપના સમાચાર પર કોઈ નિવેદન આપ્યું નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી છેલ્લે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જાેવા મળી હતી. જાેકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. હવે દિશા યોદ્ધા અને શિવા જેવી ફિલ્મોમાં નજરે પડશે. તો બીજી તરફ ટાઈગર શ્રોફ ગણપત અને બડે મિયાં છોટે મિયાં ફિલ્મમાં અભિનય કરતો દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.