૫૦૦ રૂપિયા લઇને મુંબઇ આવી હતી દિશા પટણી
મુંબઈ, એમએસ ધોની અને બાગી ૨ જેવી ફિલ્મોથી પોતાની ઓળખાણ બનાવનાર એક્ટ્રેસ દિશા પટણી આજે ૩૧મો જન્મ દિવસ મનાવી રહી છે. આ દિવસને ખાસ બનાવવા માટે અનેક ફેન્સ હેપ્પી બર્થ ડે વિશ કર્યુ છે.
બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ માની એક દિશા પટણીનો જન્મ ૧૩ જૂન ૧૯૯૨ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો. સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિત અનેક સ્ટાર્સ સાથે કામ કરીને પોતાની એક આગવી ઓળખ બનાવી. જાે કે હાલમાં દિશાનો ફેન્સ વર્ગ બહુ મોટો છે. દિશા પટણીને શરૂઆતના દિવસોમાં એક્ટિંગમાં કોઇ રસ હતો નહીં.
આ એક્ટ્રેસ બાળપણથી વૈજ્ઞાનિક બનવા ઇચ્છતી હતી. દિશાએ લખનઉની એમિટી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક્સ એન્જિનિયરિંગ કર્યુ છે, પરંતુ કિસ્મતને આ વાત મંજૂર હતી નહીં. દિશાએ કોલેજ દરમિયાન મોડલિંગ શરૂ કર્યુ અને ગ્લેમર વર્લ્ડમાં પગ મુક્યો. દિશાએ ૧૭ વર્ષની ઉંમરમાં પહેલુ ફોટોશૂટ કરાવ્યુ હતુ.
૨૦૧૫માં દિશાએ એડ ફિલ્મથી પોતાની કેરિયરની શરૂઆત કરી અને તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં નામ રોશન કર્યુ. વર્ષ ૨૦૧૫માં પહેલી તેલુગુ ફિલ્મ લોફરમાં એક્ટ્રેસનું નામ પસંદ કરવામાં આવ્યુ અને ઓડિયન્સનો આ સમયે ખૂબ પ્રેમ મળ્યો. લોફરના રિલીઝ પછી દિશાએ બોલિવૂડમાં એક મોટો બ્રેક લીધો.
દિશાએ એમએસ ધોની મુવીમાં સુશાંત સાથે નજરે પડી. આ ફિલ્મમાં એક્ટ્રેસ ખૂબ નામ ફેમસ કર્યુ અને વાહવાહી થઇ ગઇ. મિડીયા રિપોર્ટ્સ અનુસાર દિશા પટણી પહેલી વાર જ્યારે મુંબઇ આવી ત્યારે માત્ર ૫૦૦ રૂપિયા લઇને આવી હતી. સખત મહેનત અને સંઘર્ષ પછી દિશા પટની આજે કરોડોની માલિક છે. સુશાંત સાથે જાેવા મળ્યા પછી દિશા પટણીએ બાગી ૨, મલંગ, ભારત જેવી અનેક ફિલ્મામાં કામ કર્યુ અને પૈસા કમાયા.SS1MS