તારક મહેતાના કલાકારો સાથે જોવા મળી દિશા વાકાણી
મુંબઈ, છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં જ મિસિસ સોઢી તરીકે એક્ટ્રેસ મોના મેવાવાલાની એન્ટ્રી થઈ છે. મોનાએ શોમાં એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલની જગ્યા લીધી છે. જેનિફરે શો છોડ્યાના ગણતરીના મહિનાઓમાં જ શોના મેકર્સે તેનું રિપ્લેસમેન્ટ શોધી લીધું. જોકે, દયાભાભીના રોલમાં જોવા મળતી અભિનેત્રી દિશા વાકાણીનું સ્થાન કોઈ અભિનેત્રી લઈ નથી શકી.
ફેન્સ સાત વર્ષથી દયાભાભીના કમબેકની રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણી દયાભાભીના રોલમાં કમબેક કરશે કે નહીં એ તો ખબર નથી પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટારકાસ્ટ સાથે તેને જોઈને ફેન્સ ચોક્કસ ખુશ થઈ ગયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનો રોલ કરતી એક્ટ્રેસ પલક સિદ્ધવાનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ભીડેનો રોલ કરતાં એક્ટર મંદાર ચાંદવાડકરની પત્ની સ્નેહલ, અંજલીનું પાત્ર ભજવતી સુનૈના ફોજદાર, ટપ્પુનો રોલ કરતાં એક્ટર નિતેશ, અંબિકા રંજનકર સાથે જોવા મળી રહી છે.
દિશા વાકાણી પણ આ તસવીરમાં પોતાની દીકરી સાથે જોવા મળી રહી છે. દિશાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિશા વાકાણીની ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હવે તમને થતું હશે કે આ મુલાકાત ક્યાં થઈ ? તો જણાવી દઈએ કે, જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જોષીના દીકરા ઋÂત્વકના હાલમાં જ લગ્ન યોજાયા છે.
દિલીપ જોષીએ ઋÂત્વકનું રિસેપ્શન રાખ્યું હતું અને તેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી સ્ટાર કાસ્ટ ઉપરાંત દિશા વાકાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દિલીપ જોષીની દીકરીના લગ્ન ગત વર્ષે જ થયા હતા અને હવે ચાલુ વર્ષના અંતે દીકરાના પણ લગ્ન થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર દિલીપ જોષીના દીકરાના લગ્નનો વિડીયો વાયરલ થયો છે.
ઉપરાંત સંગીત સંધ્યામાં ‘જેઠાલાલ’ દાંડિયા રમતા પણ જોવા મળે છે. દિશા વાકાણીના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કમબેકને લઈને ખાસ્સો ઉહાપોહ થોડા દિવસ પહેલા થયો હતો. શોમાં દયાબેનના કમબેકનો ટ્રેક બતાવાયો હતો. પરંતુ છેલ્લે કોથાળામાંથી બિલાડું કાઢતાં સુંદર દયાને લઈને ના આવ્યો અને ફરી એકવાર દર્શકો નિરાશ થયા હતા. દયાભાભીની એન્ટ્રેની ગતકડાં શોના મેકર્સ અગાઉ પણ કરી ચૂક્યા છે. એવામાં આ વખતે પણ દયાને ના જોઈને નિરાશ થયેલા ફેન્સે સોશિયલ મીડિયા પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને બોયકોટ કરવાની માગ કરી હતી.
જોકે, બોયકોટની માગણી બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદીએ એક નિવેદન આપ્યું હતું. જેમાં દયાબેન જલ્દી જ પાછા આવશે તેવી બાંહેધરી આપી છે. તેમણે કહ્યું, “દયાભાભી જલ્દી જ પાછા આવશે અને અમને ખબર છે કે, તમે સૌ અમારાથી નારાજ છો. જોકે, તમે અમને પ્રેમ પણ કરો છો. અમને તમારા પ્રેમની કદર છે અને અમે તમારી લાગણીઓ સાથે નહીં રમીએ. અમારો વિશ્વાસ કરો, અમે જલ્દી જ દયાભાભીને પાછા લાવીશું.
અમુક કારણોસર અમે દિવાળીમાં દયાભાભીને ના લાવી શક્યા પરંતુ થોડા દિવસની જ વાત છે, હું તમને વચન આપું છું કે દયાભાભી ગોકુલધામ સોસાયટીમાં પાછા આવશે. રિસાઈ ના જાવ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોતા રહો.
આસિત મોદીના આ આશ્વાસન પછી જોવું એ રહ્યું કે, દિશા વાકાણી દયાબેન તરીકે પાછી આવશે કે કોઈ નવી અભિનેત્રી તેનું સ્થાન લેશે? દિશા વાકાણી ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને એ પછી શોમાં પાછી નથી ફરી. જોકે, દિશાની ગેરહાજરીની શોની ટીઆરપી પર ખાસ અસર નથી પડી અને શો ટોપ ૧૦માં સ્થાન મેળવવામાં સફળ રહે છે.SS1MS