દિશા પટણી લગ્ન ઈચ્છતી હતી પરંતુ ટાઈગર તૈયાર નહોતો
મુંબઈ, છેલ્લા બે દિવસથી ટાઈગર શ્રોફ અને દિશા પાટનીના બ્રેકઅપની અટકળો સમાચારમાં છવાયેલી હતી. જાે કે, હવે તે ઓફિશિયલ છે.બંનેએ તેમના છ વર્ષના સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યો છે અને હવે તેઓ કયા કારણથી અલગ થયા તેનો ખુલાસો થયો છે.
એક્સ-કપલના એક મિત્રએ ઈટાઈમ્સને આપેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે, ટાઈગરે જ્યારથી તેના માતા-પિતાથી આયેશા અને જેકીથી અલગ રહેવાનું શરૂ કર્યું ત્યારથી તે અને દિશા મોટાભાગે સાથે જ રહેતા હતા. તેઓ સાથે હતા તેને ઘણો સમય થઈ ગયો અને આ વર્ષે લગ્ન કરી લેવા જાેઈએ તેમ દિશાને લાગ્યું હતું’.
પછી શું થયું? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે દિશાએ આ વિશે ટાઈગરને વાત કરી હતી પરંતુ તેણે ઈનકાર કર્યો હતો. તેણે તેને એક અથવા બેથી વધુ વખત પૂછ્યું હશે- પરંતુ દરેક વખતે ટાઈગરનો જવાબ હતો ના, અત્યારે નહીં. દિશા લગ્ન ઈચ્છતી હતી પરંતુ ટાઈગર હાલ વૈવાહિક સંબંધ માટે તૈયાર નહોતો’.
જણાવી દઈએ કે, માર્ચ ૨૦૨૨માં આપેલા ઈન્ટરવ્યૂમાં જેકી શ્રોફે ટાઈગરનો હાલ લગ્ન કરવાનો પ્લાન ન હોવાનું કહ્યું હતું. તે સમયે તેવા રિપોર્ટ્સ વહેતા થયા હતા કે, ટાઈગર અને દિશા લગ્નની યોજના બનાવી રહ્યા છે. જેકીએ કહ્યું હતું ‘હાલ તો ટાઈગર તેના કામ સાથે પરણેલો છે. તેનું ફોકસ કામ પર છે. જાે તે લગ્નનો પ્લાન કરશે, તો તેના પર ફોકસ કરવું પડશે’.
ટાઈગર અને દિશાના બ્રેકઅપની ખબરો પર એક દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ‘તેઓ સાથે છે કે નહીં તે તેમના પર છે. તે તેમની પ્રેમ કહાણી છે, જેમ મારી અને મારી પત્નીની છે’.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, દિશા પાટની હાલ સુધી તેની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી, જે આજે (૨૯ જુલાઈ) રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર, તારા સુતારિયા અને જ્હોન અબ્રાહમ છે. તેની પાસે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના સાથેની ફિલ્મ ‘યોદ્ધા’ છે તેમજ તે પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ‘પ્રોજેક્ટ કે’માં પણ જાેવા મળશે.
બીજી તરફ, ટાઈગર શ્રોફ ફિલ્મ ‘ગણપથ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે ડેબ્યૂ ફિલ્મ ‘હીરોપંતિ’ની કો-એક્ટ્રેસ ક્રીતિ સેનન સાથે સ્ક્રીન શેર કરશે.SS1MS