બરતરફ કરાયેલાં પીએસયુ કર્મચારીને નિવૃત્તિના લાભો નહીં મળેઃ કેન્દ્ર

નવી દિલ્હી, જાહેર ક્ષેત્રના ઉપક્રમના કોઈપણ કર્મચારીને બરતરફ કરવામાં આવે અથવા કાઢી મૂકવામાં આવે તો તેને નિવૃત્તિના લાભ મળશે નહીં. આ માહિતી આપતાં, કેન્દ્ર સરકારે કહ્યું કે આવી બરતરફીના નિર્ણયની સમીક્ષા સંબંધિત વહીવટી મંત્રાલય દ્વારા કરવામાં આવશે. કર્મચારી મંત્રાલયે આ સંદર્ભમાં કેન્દ્રીય નાગરિક સેવાઓ (પેન્શન) નિયમો, ૨૦૨૧માં મોટા ફેરફારો કર્યા છે.
તાજેતરમાં સૂચિત સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) સુધારા નિયમો ૨૦૨૫ અનુસાર, કોઈપણ કર્મચારીને જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં જોડાયા પછી કોઈપણ ગેરવર્તણૂક બદલ બરતરફ કરવા અથવા હટાવવા પર નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે.આ નિયમો ૨૨ મેના રોજ સૂચિત કરવામાં આવ્યા હતા.
જેમાં કહેવાયું હતું કે ‘કોઈ કર્મચારીની બરતરફી, હકાલપટ્ટી અથવા છટણીના કિસ્સામાં ઉપક્રમના નિર્ણયની સંબંધિત મંત્રાલય દ્વારા વહીવટી સમીક્ષા કરવામાં આવશે. અગાઉના નિયમો હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમના કર્મચારીને બરતરફ કરવા અથવા દૂર કરવાના કિસ્સામાં નિવૃત્તિ લાભો જપ્ત કરવાની મંજૂરી નહોતી.
જ્યારે રેલવે કર્મચારીઓ, આકસ્મિક અને દૈનિક વેતન રોજગારમાં સામેલ વ્યક્તિઓ ઉપરાંત ભારતીય વહીવટી સેવ , ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવાના અધિકારીઓને આ નિયમ લાગુ નહીં પડે.SS1MS