ગુજરાતના આ તાલુકામાં કોંગ્રેસ તથા BTPમાં ભંગાણ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકા જેસપોર ખાતે નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથાં બીટીપીમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે. આજોલીજે કોંગ્રેસની પરંપરા ગત સીટ રહી છે તે વિજય થયેલાં ઉમેદવાર દિનેશભાઈ વસાવા ભાજપનો ભગવો ધારણ કરતાં નેત્રંગ તાલુકા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ જણાઈ આવે છે.
ઉપરોક્ત માહિતી મુજબ બીટીપીના વરિષ્ઠ વાંકોલ પંચાયતના માજી સરપંચ હરેશભાઈ વસાવા તથા ગામના અન્ય આગેવાનો, અસનાવી ગામના સરપંચ ભોલાભાઈ વસાવાનો દિકરો રામુભાઈ વસાવા પોતાના સમર્થકો સાથે કાંટીપાડા ગ્રામ પંચાયતનાં માજી સરપંચ વિશ્રામભાઈ જે વર્ષો થી કોંગ્રેસ માટે તનતોડ મહેનત કરી રહ્યા હોય જે ગતરોજ ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાતાં અનેક તર્કવિતર્કો સેવાઈ રહ્યા છે.
તથા અન્ય ખાખરીયા ગામના આગેવાનો તથા અન્ય ગામના આગેવાનો ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો.આવનારી લોકસભા માં પ લાખ ઉપરની લીડ થી ભરૂચ લોકસભામાં ભાજપનો ભગવો લેહરાશે તેમ ધારાસભ્ય રીતેશ વસાવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.