ચુંટણી પહેલા મહિસાગર જીલ્લામા કોંગ્રેસમાં ભંગાણ
(પ્રતિનિધિ) વિરપુર, આજે એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે બાલાસિનોર વિરપુર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે જે રીતે કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ સર્જાઈ રહ્યું છે. ત્યારે આજે ફરીથી મહીસાગર જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ રાધુસિંહ પરમાર કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જાેડાયા છે.
જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા અને પંચમહાલ સાંસદના હસ્તે તેઓએ કેસરિયો ધારણ કર્યો છે રાધુસિંહ પરમાર મોટી સંખ્યામાં કાર્યકરો અને સરપંચો કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયા છે કોંગ્રેસના પાયાના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જાેડતા જીલ્લા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો જેવી સ્થિતિ સર્જાઈ છે વિરપુર તાલુકાના કદાવર નેતા અને ર્ંમ્ઝ્ર સમાજના આગેવાન રાધુસિંહ પરમાર આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે .
વિરપુર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાધુસિંહ પરમાર વિધિવત રીતે ૪૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા છે રાધુસિંહ પરમાર અમૂલ ડેરીના પૂર્વ ડિરેકટર તરીકે ફરજ બજાવી હતી તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ હતા ત્યારે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા રાધુસિંહ પરમારને કેસરિયો પહેરાવી સ્વાગત કરાયું હતું આ આગાઉ પણ કોંગ્રેસના પાલીખંડાના ઉપ પ્રમુખ ઉદેસિંહ ચૌહણ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે ત્યારે મહીસાગર જિલ્લામાં વધુ એક મોટા નેતાએ કોંગ્રેસને અલવિદા કરી દેતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે..